અમદાવાદઃ આપણે ચાઈનાની વસ્તુને બદલે સ્વદેશી વસ્તુ વાપરવાનો અભિગમ રાખવો જોઈએ આ સલાહ આપી છે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદ ખાતે દશેરા નિમિતે સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેલા અખિલ ભારતીય ખાખી અખાડા સમિતિ તરફથી આ સમારોહ યોજવામાં આવ્યો હતો.
અમદાવાદના દૂરદર્શન ટાવર પાસેના ગ્રાઉન્ડમાં મંગળવારે અખિલ ભારતીય ખાખી અખાડા સમિતિ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં જગન્નાથ મંદિરના મહેનત દિલીપદાસજી મહારાજ ચેતન્ય શંભુ મહારાજ સહિતના રાજ્યભરના સાધુ સંતો ઉપસ્થિત રહયા હતા. સાંઈધામ થલતેજના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તો પોતાના વ્યકત્વમાં વિજય રૂપાણીએ દશેરાને આસુરી શક્તિ પર સત્યનો ગણાવ્યો હતો. તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચાઈના સાથે વેપાર કટ કરવા અને ચાઈનાની વસ્તુનો બહિષ્કાર કરવાની અપીલને સમર્થન આપ્યું હતું અને સ્વદેશી વસ્તુને વાપરવાનો અભિગમ રાખવાનો આગ્રહ કર્યો હતો.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે દરેક સમયે રાવણ હોઈ છે પણ સામે રામ પણ હોઈ છે અને પાકિસ્તાનમાં જે સર્જીકલ સ્ટારઈક કરવામાં આવી તેને બિરદાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પાસેના સાંઈધામ મંદિરની મુલાકાત પણ લીધી હતી.