Botad News: રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી હાર્ટ એટેકના કારણે મોતના કેસમાં વધારો થઈ રહ્યો છે. બોટાદના પી.એસ.આઈ.નું  પણ હાર્ટ એટેક ના કારણે મોત થયું છે. પ્રવીણભાઈ એસ.આસોડા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. મોડી રાત્રે એટેક આવતા થયું મોત થયું હતું. પી.એસ.આઈ.ના મોતને લઈ પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.


રાજ્યમાં ચાલુ વર્ષે હૃદયરોગના હુમલામાં થયો નોંધપાત્ર પધારો, આંકડો જાણીને ચોંકી જશો


રાજ્યમાં ચાલુ વર્ષે હૃદયરોગના હુમલામાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2022ની સરખામણીએ વર્ષ 2023માં 27 ટકાનો વધારો થયો છે. વર્ષ 2022માં 108 ને રાજ્યમાંથી 4549 કોલ મળ્યા હતા. જ્યારે વર્ષ 2023માં 108 ને હૃદયરોગના હુમલા સબંધિત 5787 કોલ મળ્યા છે.


કયા શહેરમાં કેટલા કોલ મળ્યાં

અમદાવાદ શહેરમાં વર્ષ 2022માં 1341 કોલ  મળ્યા હતા. જ્યારે વર્ષ 2023 માં અત્યાર સુધીમાં જ 1826 કોલ મળ્યા છે. સુરતમાં વર્ષ 2022માં 308 તો વર્ષ 2023માં 386 કોલ મળ્યા છે. રાજકોટમાં વર્ષ 2022માં 289 તો વર્ષ 2023માં 357 કોલ મળ્યા છે. વડોદરામાં વર્ષ 2022માં 228 તો વર્ષ 2023માં 286 કોલ મળ્યા છે.


ફેબ્રુઆરી મહિનો ઘાતક


વર્ષ 2022 કરતા વર્ષ 2023ના ફેબ્રુઆરી મહિનામાં હૃદયરોગના હુમલા સબંધિત કોલમાં ઉછાળો આવ્યો છે. વર્ષ 2023માં હૃદયરોગના હુમલા સબંધિત 45.48 ટકા કોલ વધ્યા. વર્ષ 2022 માં ફેબ્રુઆરી મહિનામાં 108ને 4019 કોલ મળ્યા હતા, જયારે વર્ષ 2023ના ફેબ્રુઆરી મહિનામાં 108 ને 5847 કોલ મળ્યા છે.


જાણો ક્યાં કારણોસર આવે છે સાયલન્ટ હાર્ટ અટેક


જો તમે સાયલન્ટ હાર્ટ એટેકથી બચવા માંગતા હોવ તો હાર્ટ એટેકના કોઈપણ સંકેતને અવગણશો નહીં. યોગ્ય આહાર અને નિયમિત કસરત, યોગ અને  વોકિંગ  કરતાં રહો.


આ દિવસોમાં, સામાન્ય લોકો હોય કે સેલિબ્રિટીઓ... ઘણા લોકો અચાનક મૃત્યુ પામ્યા છે. કારણમાં જાણવા મળ્યું હતું કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું. ચિંતાની વાત એ છે કે આવા લોકો જેમને થોડા સમય પહેલા સુધી હાર્ટ એટેકના કોઈ લક્ષણો નહોતા તેઓ પણ તેનો શિકાર બન્યા છે. નાની ઉંમરે લોકો પણ આ રોગનો શિકાર બની રહ્યા છે. જેને સાયલન્ટ હાર્ટ એટેક કહેવામાં આવી રહ્યું છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, આ દિવસોમાં હાર્ટ એટેકના મોટાભાગના કેસ સાયલન્ટ હાર્ટ એટેકના છે. હૃદયરોગ વગર પણ સાયલન્ટ હાર્ટ એટેકનું જોખમ રહેલું છે. ચાલો જાણીએ શું છે આ સાયલન્ટ હાર્ટ એટેક.


સાયલન્ટ હાર્ટ એટેક શું છે


સાયલન્ટ હાર્ટ એટેકને મેડિકલ ભાષામાં સાયલન્ટ મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન કહેવામાં આવે છે. આમાં, હૃદયરોગના હુમલાની જેમ છાતીમાં દુખાવો થતો નથી અને એટેક બિલકુલ શોધી શકાતો નથી. જોકે કેટલાક લક્ષણો ચોક્કસપણે અનુભવાય છે.









સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, ઘણી વખત ચેતા અથવા કરોડરજ્જુમાં એવી સમસ્યા હોય છે જે મગજમાં પીડાની લાગણી પહોંચાડે છે અથવા કોઈ માનસિક કારણોસર વ્યક્તિ પીડાને ઓળખવામાં સક્ષમ નથી. વૃદ્ધ દર્દીઓ અથવા ડાયાબિટીસ ધરાવતા દર્દીઓમાં પણ ઓટોનોમિક ન્યુરોપથીનું નિદાન થતું નથી.


સાયલન્ટ હાર્ટ અટેકના સંકેતો



  • ગેસ્ટ્રીક પ્રોબ્લેમ અથવા પેટમાં ખરાબી

  • કોઇ કારણ વિના સુસ્તી વીકનેસ

  • થોડા કામમાં પણ થાક લાગવો

  • અચાનક ખૂબ પરસેવો થવો

  • અચાનક જ વારંવાર શ્વાસ ફુલવો


સાયલન્ટ હાર્ટ અટેકનું કારણ



  • વધુ ઓઇલી ફૂડ

  • પ્રોસેસ્ડ ફૂડ ખાવું

  • ફિઝિકલી એક્ટિવિટી ન કરવી

  • દારૂ- સિગરેટનું વ્યસન

  • ડાયાબિટીશ અને મેદસ્વીતા

  • તણાવગ્રસ્ત જીવન


સાયલન્ટ હાર્ટ અટેકથી આ રીતે કરો બચાવ



  • ડાયટમાં ગ્રીન વેજીટેબલને કરો સામેલ

  • રોજ એક્સરસાઇઝ યોગ કરો

  • સિગરેટ દારૂનું વ્યસન છોડો

  • ખુશ રહો મૂડ સારો રાખો

  • સ્ટ્રેસ અને ટેન્શનથી બચો

  • નિયમિત રીતે ચેકઅપ કરાવો