મકાન ધરાશાયી થતાં આસપાસના સ્થાનિક લોકો દોડી ગયા હતા. ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમો દોડી ગઈ છે. કાટમાળ નીચે દબાયેલાં લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાઈ છે. બચાવ કામગીરીમાં સ્થાનિકો પણ ફાયરની ટીમ સાથે જોડાયા છે.
અમદાવાદ: અમરાઈવાડીમાં ત્રણ માળનું મકાન ધરાશાઈ, ત્રણનાં મોત, ચારને ગંભીર ઈજા
abpasmita.in
Updated at:
05 Sep 2019 04:21 PM (IST)
અમરાઈવાડી વિસ્તારમાં એક જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. જેમાં બે મહિલાના મોત થયા છે.
NEXT
PREV
અમદાવાદ: અમરાઈવાડી વિસ્તારમાં એક જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. જેમાં બે મહિલા સિહત ત્રણનાં મોત થયા છે. આશાબેન પટેલ (36 વર્ષ) અને વિમળાબેન સુરી (80 વર્ષ)નું મોત થયું છે. જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ છે. અમરાઈવાડી વિસ્તારમાં આવેલ બંગલાવાળી ચાલીમાં ત્રણ માળનું જૂનું મકાન ધરાશાયી થયું હતું. ફાયરબ્રિગેડની ટીમે પાંચ લોકોને રેસ્ક્યૂ કરીને બચાવી લીધા છે અને તેઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હજુ ત્રણેક વ્યક્તિ કાટમાળમાં ફસાયેલી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મકાન ધરાશાયી થતાં આસપાસના સ્થાનિક લોકો દોડી ગયા હતા. ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમો દોડી ગઈ છે. કાટમાળ નીચે દબાયેલાં લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાઈ છે. બચાવ કામગીરીમાં સ્થાનિકો પણ ફાયરની ટીમ સાથે જોડાયા છે.
મકાન ધરાશાયી થતાં આસપાસના સ્થાનિક લોકો દોડી ગયા હતા. ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમો દોડી ગઈ છે. કાટમાળ નીચે દબાયેલાં લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાઈ છે. બચાવ કામગીરીમાં સ્થાનિકો પણ ફાયરની ટીમ સાથે જોડાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -