અમદાવાદઃ ઢોંગી 'ઢબુડી મા' ઉર્ફે ધનજી ઓડ ધરપકડની બીકે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ત્યારે ધનજી ઓડે એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને પોતે નિર્દોષ હોવાની આજીજી કરી છે.

ધનજીએ વીડિયોમાં કહ્યું છે કે 'છેલ્લા બે-ત્રણ રવિવારથી ગાદી ભરાઈ નથી. મારા ભક્તો ગાદીના દર્શનની રાહ જોઈ રહ્યા છે. જોકે, હું ભક્તોને કહેવા માંગું છું કે હુ ફરાર થયો નથી. હું નિર્દોષ છું. ભક્તો યોગ્ય સમયની રાહ જોજો, મારી વિરુદ્ધ તમારી ભક્તિ વિરુદ્ધ ખોટું કરનારાને મારો રામ સજા આપશે. ”

તમને જણાવી દઇએ કે, ઢોંગી ‘ઢબુડી મા’ ઉર્ફે ધનજી ઓડ ધરપકડની બીકે ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ઢોંગી ઢબુડી ઉર્ફે ધનજી ઓડે એક વીડિયો તૈયાર કરી પોતે નિર્દોષ હોવાની આજીજી કરી છે.

ઉલ્લેખનીય છે કે આવતીકાલે ધનજી ઓડને ગાંધીનગર કોર્ટમાં રજૂ થવું પડે તેવી શક્યતા છે. ધનજી સામે પેથાપુર પોલીસ મથકમાં અરજી થઈ હતી જેના પગલે તેણે આગોતરા જામીન માંગ્યા હતા.