અમદાવાદઃ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમીટેડેમાં મોટાપાયે ભરતી પ્રક્રિયા શરૂ થઇ છે. UGVCL Vidyut Sahayak Junior Assistant Recruitment 2020 માટે ખાલી જગ્યાઓને ભરવા માટે જાહેરાત બહાર પડી છે. UGVCLએ વિદ્યુત સહાયક જૂનિયર આસિસ્ટન્ટના 478 ખાલી પદોની ભરતી માટે અરજીઓ મંગાવી છે.
UGVCLમાં વિદ્યુત સહાયક માટે કામ કરવા ઇચ્છુક ઉમેદવારો આની અધિકારિક વેબસાઇટ પર જઇને અરજી કરી શકે છે. આ અરજી ઓનલાઇન કરવાની રહેશે, અરજી મોકલવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી, 2020 છે. સાથે આને લગતી અન્ય માહિતી પણ આપવામાં આવી છે.
કુલ ખાલી જગ્યાઓ માટેની સંખ્યા – 478 પદ
પદની માહિતી
વિદ્યુત સહાયક (જૂનિયર આસિસ્ટન્ટ)
મહત્વની તારીખો
અરજી કરવા માટેની શરૂઆતની તારીખ - 27/12/2019
અરજી કરવાની છેલ્લી તારીખ અને સમય - 16/01/2020, 11:59 વાગે
અરજી માટે લાયકાત
શૈક્ષણિક યોગ્યતાઃ- યૂજીસી દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી 55% માર્ક્સ સાથે B.A/B.Com./ B.Sc./ B.C.A/ B.B.A પાસ થયા હોવા જરૂરી છે.
ઉંમર મર્યાદાઃ- 26 ડિસેમ્બર, 2019એ બિન અનામત ઉમેદવાર માટે ઉંમર 30 વર્ષ નિર્ધારિત કરવામાં આવ્યા છે. અનામત વર્ગ/EWSના ઉમેદવારો માટે વધુમાં વધુ ઉંમર મર્યાદા 35 વર્ષ રાખવામાં આવી છે. વધુ માહિતી માટે ઓફિશિયલ નૉટિફિકેશન જુઓ.
પગાર ધોરણઃ- પ્રથમ વર્ષમાં 17500/- રૂપિયા પ્રતિ માસ, આગળના વર્ષથી વહીવટી આદેશ પ્રમાણે.
પરીક્ષા ફી
UR, EWS & SEBC ઉમેદવારો માટે - 500.00/- રૂપિયા
ST & SC ઉમેદવારો માટે - 250.00/- રૂપિયા
પસંદગીની પ્રક્રિયાઃ- પસંદગી ઓનલાઇન ટેસ્ટના માધ્યમથી કરવામાં આવશે. ઉમેદવારો દ્વારા મોકલવામાં આવેલા અરજીપત્રોને શોર્ટ લિસ્ટ કરવામાં આવશે, બાદમાં શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોને ઓનલાઇન ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.
અરજી કેવી રીતે કરશો?
ઉમેદવાર અધિકારીક સાઇટ પર જઇને માત્ર ઓનલાઇન અરજી કરે. અન્ય મૉડમાં મોકલવામાં આવેલી અરજી રદ્દ કરી દેવામાં આવશે.
અધિકારીક વેબસાઇટ પર જવા અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો
અધિકારિક નૉટિફિકેશન જોવા અહીં ક્લિક કરો
UGVCLમાં બમ્પર ભરતી, વિદ્યુત સહાયકના 478 પદો માટે કરો અરજી, અહીં જાણો સમગ્ર માહિતી
abpasmita.in
Updated at:
27 Dec 2019 02:13 PM (IST)
UGVCLમાં વિદ્યુત સહાયક માટે કામ કરવા ઇચ્છુક ઉમેદવારો આની અધિકારિક વેબસાઇટ પર જઇને અરજી કરી શકે છે
Created with GIMP
- - - - - - - - - Advertisement - - - - - - - - -