અમદાવાદ: મુંબઈ કોલસેન્ટર કૌભાંડના તાર અમદાવાદ સુધી જોડાયેલા હોવાનું બહાર આવતા થાણે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ શરૂઆતથી અમદાવાદમાં સાગર ઠાકર, રચિત જોષી અને તેના સાથીદારોના ચાલતા કોલ સેન્ટર પર દરોડા પાડ્યા હતા.
જોકે પહેલેથી માહિતી મળી જતા સાગર ઠાકર અને તેના સાગરીતો અમદાવાદના મોટાભાગના સેન્ટરો બંધ કરી અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. પરંતુ પોલીસે કોલ સેન્ટર કૌભાંડના પાંચ આરોપીઓમાંથી એક થોમસ પટેલની હાલ ધરપકડ કરી છે. પોલીસે તેની ધરપકડ કરી તેની સાથે પૂછપરછ કરી હતી. તેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે તેઓ ઘણા કોલ સેન્ટરનો ઓનર અને પેમેન્ટ પ્રોસેસર હતા.