જોકે આ મંદિર આર્મી કેન્ટોનમેન્ટમાં આવતું હોવાને કારણે મંદિર ખોલવાની મંજૂરી હજુ સુધી મળી નથી. આજે મંદિર ટ્રસ્ટના સેક્રેટરીની બેઠક આર્મી અધિકારીઓ સાથે યોજાવાની છે. આ બેઠકમાં પોલીસના અધિકારીઓ પણ હાજર રહેશે.
જો આ બેઠકમાં આર્મીના અધિકારીઓ મંદિર ખોલવાને મંજૂરી આપી દે તો મંદિર બે દિવસમાં ખોલવાની ટ્રસ્ટે તૈયારી બતાવી છે. મંદિરના3 ટ્રસ્ટીઓ અને ભાજપ અગ્રણી નેતા સુરેન્દ્ર પટેલ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. આ સાથે રિવરફ્રન્ટ ફેઝ-2માં મંદિરને જગ્યા અપાય અને ભગવાનનું સ્થાપન કરવામાં તે અંગે મંદિર ટ્રસ્ટે ઠરાવ પણ પાસ કર્યો છે.