દિવાળીમાં ફટાકડાને બદલે બંદુકથી ઉજવણી, અમદાવાદમાં ફાયરિંગનો વીડિયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Nov 2020 07:50 AM (IST)
ફાયરિંગના આટલા વીડિયો વાયરલ થયા પાદ સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે.
અમદાવાદઃ શહેરના મેઘાણીનગરમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં જન્મ દિવસની ઉજવણીમાં જાહેરામાં ફાયરિંગ કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. અહીંના પર્ણકુંજ સોસાયટીનો એક વીડિયો જેમાં બે યુવકોએ દિવાળીમાં ફટાકડા ફોડવાને બદલે બંદુકથી હવામાં ગોળીબાર કરી દિવાળીની ઉજવણી કરી છે. ફાયરિંગના એક પછી એક વીડિયો વાયરલ થતા પોલિસ પણ દોડતી થઈ ગઈ છે. બીજી બાજુ અમદાવાદમાં જ દાણીલીમડામાં લગ્ન સમારોહમાં હુક્કા બાર અને ફાયરિંગનો વીડિયો વાયોરલ થયો છે. વાયરલ થયેલ વીડિોય ગુડ લક પાર્ટી પ્લોટનો હોવાનું કહેવાય છે. લગ્ન પાર્ટીમાં બેફામ હુક્કા બાર ધમધમી રહ્યું છે. પોલીસે વાયરલ વીડિયોને લઈને તપાસ શરૂ કરી. આ ઉપરાંત ત્રીજો એક વીડિયો વાયરલ થયો જેમાં જાહેરમાં તલવારથી કેક કટિંગ કરવામાં આવી રહ્યું છે. ફાયરિંગના આટલા વીડિયો વાયરલ થયા પાદ સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે.