અમદાવાદ:  ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળી આવતા ચકચાર મચી ગઈ છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટી બાદ હવે ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળી આવ્યા છે.   થોડા દિવસ પહેલા જ રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી મળેલા ગાંજાના છોડ મામલે FSLનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમા મળી આવેલા છોડ ગાંજાના જ હતા તે પુરવાર થયું છે. વધુ એક શિક્ષણના ધામમાં ગાંજાના છોડ મળી આવતા ચકચાર મચી ગઈ છે.  કોંગ્રેસ દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાની ખેતી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.


ગાંજાના છોડ અહીં કોણ લાવ્યુ અને કોણે વાવ્યો તેેને લઈ અનેક સવાલ


આ ગાંજાના છોડ અહીં કોણ લાવ્યુ અને કોણે વાવ્યો તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. યુનિવર્સિટીની હોસ્ટેલમાં ડી બ્લોક પાસે ગાંજાના બે છોડ જોવા મળ્યા છે.  NSUIના કાર્યકરો દ્નારા આ ગાંજાના છોડ પકડી પાડવામાં આવ્યા છે. સૌથી મોટો સવાલ એ છે કે યુનિવર્સિટીમાં ગાંજાના છોડ આવ્યા કેવી રીતે?. ગાંજાના છોડ મળ્યા બાદ યુનિવર્સિટીના સમગ્ર કેમ્પસમાં તપાસ હાથ ધરાઈ છે. યુનિવર્સિટીમાં માત્ર આ બે જ છોડ છે કે અન્ય કોઈ જગ્યાએ પણ આ પ્રકારે ગાંજાની ખેતી થતી હતી તેને લઈને  તપાસ કરવામાં આવી રહી છે.   


ગુજરાત યુનિવર્સીટી પોલીસ ઘટના સ્થળે પહોંચી


યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં મળી આવેલો છોડ ગાંજો હોવાનો દાવો કરાયો છે. વિદ્યાના ધામમાંથી ગાંજાના છોડ મળતા અનેક સવાલો ઉભા થયા છે. આ ઘટનાને પગલે ગુજરાત યુનિવર્સીટી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.  


રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળ્યા હતા


ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો.. ફોરેન્સિક રિપોર્ટમાં મળેલો છોડ ગાંજાનો જ હોવાનો ખુલાસો થતાં પોલીસ ફરિયાદ થઈ હતી. મારવાડી કોલેજના કેમ્પસના સી વિંગની બિલ્ડીંગ પાસેથી ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસમાં NDPS કલમ 8 (C) 20(B) 2(B) હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. ગાંજાના છોડ કોણે વાવ્યા અથવા કેવી રીતે ઉગ્યા તે અંગે પોલીસ તપાસ હાથ ધરાઈ હતી.


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial