અમદાવાદ: અમદાવાદના એસપી રીંગ રોડ પર આવેલા એક ફ્લેટમાંથી 200 હાઈટેડ કુંડા મળી આવ્યા છે. આ કુંડામાં ગાંજાની ખેતી કરવામાં આવતી હતી. પોલીસે 200 કુંડા અને ફ્લેટમાં ગોઠવેલા સેટઅપ સાથે એક યુવતી અને બે યુવકની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ સરખેજના ઓર્ચિડ લેગસી ફ્લેટમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી વાહી હાથ ધરવામાં આવી છે. બાતમી મળતા પોલીસે અમદાવાદના સરખેજના ઓર્ચિડ લેગસી ફ્લેટમાં દરોડા પાડ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન 200 કુંડામાં માદક પદાર્થના છોડ મળી આવ્યા હતા.
આ આરોપીઓ માદક પદાર્થના છોડ ઉછેરીને વિદેશમાં વેપાર કરતા હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. માદક પદાર્થના 200 છોડનો ઉછેર કરતા હોવાની પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે 1 યુવતી અને 2 યુવકોની ધરપકડ કરીને મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા માદક પદાર્થની લેબમાં તપાસ ચાલી રહી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના સરખેજમાંથી હાઇપ્રોફાઈલ ફલેટમાંથી ગાંજાની ખેતી કરતા હોવાનું સામે આવ્યું છે. જેમાં જાણવા મળી રહ્યું છે કે સરખેજના ઓર્ચિડ લેગસીના D2 ફલેટના 1501 અને 1502ના ફલેટમાંથી ગાંજાનું વાવેતર મળ્યું છે. હાઇડ્રોપોનિક્સના પ્રકારના ગાંજાનું વાવેતર મળી આવ્યું છે. ગાંજાના કુંડામાં એમિનો એસિડ અંદર નાખવામાં આવતું, જેથી જલ્દી ઉત્પાદન થતું. અંદાજે 200 કુંડામાં ગાંજો ઉગડ્યો હતો. બંને ફલેટનું 35 હજારનું ભાડું હતું. ગાંજાના વાવેતર માટે અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. ગ્રીન હાઉસ પદ્ધતિથી વાવેતર કરવા સર્કિટ અને ટેમ્પ્રેચરનું આયોજન કર્યું હતું. કુંડામાં 5 સેન્ટીમીટર જેટલા ઊંચા ગાંજાના છોડ ઉગ્યા હતા.
આ ઘટનામાં ગાંજાનું બિયારણ ક્યાથી લાવ્યા એ અંગે પોલીસ તપાસ કરી રહી છે. ગાંજાનું વેચાણ કરવા માટે ઉગાડયું હતું. દોઢ માસ પહેલા લેબમાં છોડ ઉગાડવાનું શરૂ કર્યું હતું. ફલેટમાં મોટા પાર્સલ આવ્યા હતા, જેથી સ્થાનિકને શંકા ગઈ હતી. સ્થાનિકોએ પોલીસને સંપર્ક કર્યો હતો અને પોલીસે તપાસ હાથ ધરતા ગાજાનું વાવેતર મળ્યું હતું. ગુજરાતમાં આ પ્રકારે પ્રથમ વખત ગાંજાનું વાવેતર મળ્યું હતું. અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગાંજાના છોડ મળવાનું ચાલુ જ છે. આ પહેલા ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાનો છોડ મળી આવ્યો હતો.