અમદાવાદઃ વિરમગામ-માલવણ હાઇવે પર વડગાસ ગામના પાટીયા પાસે ઇકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એક પુરુષનું ઘટના સ્થળે મોત થયું છે. જ્યારે બે મહિલા ઘાયલ થઈ છે. અકસ્માત થા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.


વિરમગામ માલવણ હાઇવે પર વડગાસ ગામના પાટિયા પાસે ઇકો કાર પૂર ઝડપે આવી રહી હતી. દરમિયાન બાઈક સવારને ટક્કર મારતા ઘટનાસ્થળે બાઈકમાં રહેલ ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી, જેમાં બાઇક ચલાવી રહેલ ૫૦ વર્ષીય રામાભાઇ તળશીભાઇ પરમાર (રહે વડગાસ)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું અન્ય બે મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક ૧૦૮ દ્વારા વિરમગામ ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતને લઈને હાઈવે પર મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. વધુ તપાસ વિરમગામ રુરલ પોલીસે હાથ ધરી છે.