સુરેન્દ્રનગરઃ અમદાવાદ લીંબડી હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થતાં બે વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું છે. જ્યારે પાંચથી વધુ લોકોને ઇજા પહોંચી છે. ઘાયલોને સારવાર માટે લીંબડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. લીંબડી પાસે આવેલા કાનપરાના પાટીયા પાસે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પાણશીણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.




આ અંગે મળતી વિગતો પ્રમાણે રાજકોટ પાસિંગની જીજે-3, એફકે 2543 નંબરની કારનો ડમ્પર સાથે અકસ્માત થતાં કારનો ખુરદો બોલી ગયો હતો. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે પાંચ લોકો ઇજા થતાં તેમને લીંબડી સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.