અમદાવાદઃ કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભગવાન બારડને ગુજરાત હાઈકોર્ટે રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટે ભગવાન બારડની સજા પર સ્ટે  મુક્યો છે.


ઉલ્લેનીય છે કે, આ પહેલા ભગવાન બારડને ગત માર્ચમાં 1995ના ખનીજ ચોરીના કેસમાં સુત્રાપાડા કોર્ટે બે વર્ષ 9 માસની સજા ફટકારી હતી. લગભગ 25 વર્ષ પહેલા સુત્રાપાડાની ગૌચર જમીન મામલે બારડ સામે 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો.