અમદાવાદઃ ધોળકાના વારણા પાસે કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખંભાતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકો તમામ ખંભાતના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં કોઠ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
આ અંગેની વધુ વિગતો એવી છે કે, ખંભાતનો પરિવાર પાલિતાણાની પરિક્રમા કરીને પરત ફરી રહ્યો હતો. દરમિયાન ધોળકા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટેન્કર સાથે અકસ્માત બાદ ઈકો કારના કુરચે કુરચા નીકળી ગયા હતા.