અમદાવાદઃ રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકારનું મોટું નિવેદન રાજ્યમાં રખડતા ઢોર ફરતા હોય તેવા હોટસ્પોટ્સ પર સીસીટીવી ઇન્સ્ટોલ કરાશે. રખડતા ઢોરના ત્રાસની ફરિયાદ 100 નંબર પર કરી શકાશે. રખડતા ઢોરના ત્રાસની ફરિયાદ માટે રાજ્ય સરકાર અલાયદો ટોલ ફ્રી નંબર જાહેર કરશે.


હાઇકોર્ટે કહ્યું, સરકારે કહેલી વાતો માત્ર કાગળ પર રહી છે, જમીની હકીકતમાં ઠોસ કામગીરી દેખાતી નથી. યોગ્ય કામગીરી ન થાય તેવા સંજોગોમાં જે તે જિલ્લા કલેકટરને કોર્ટના હુકમના તિરસ્કાર બદલ જવાબદાર ઠેરવી અને કોર્ટ કાર્યવાહી કરશે તેવું કોર્ટનું અવલોકન. અરજદારની કોર્ટમાં રજુઆત. માત્ર અમદાવાદમાં જ છેલ્લા એક વર્ષમાં રખડતા ઢોરની 5000 જેટલી ફરિયાદો મળી. કોર્પોરેશન મોટા ભાગની ફરિયાદો પર કાર્યવાહી વિના જ ફરિયાદોનો નિકાલ કરી દે છે. રખડતા ઢોર પકડ્યા વિના જ ફરિયાદ બંધ કરી દેવાય છે. રાજ્યમાં પણ રખડતા ઢોર ના ત્રાસથી લોકો ના મૃત્યુ અને ઇજા ઓ ના કિસ્સાઓ બની રહ્યા છે. મૃતકો અને ઇજા ગ્રસ્ત લોકોને વળતર માટે ઢોર માલિકો અને કોર્પોરેશનને જવાબદાર ઠેરવી અને વળતર અપાવવું જોઈએ.


કોર્ટનો હુકમ, રખડતા ઢોરના ત્રાસને ડામવા યોગ્ય પગલાં ના લેવાય તો જિલ્લા લેવલે કલેકટર અને SPની જવાબદારી ફિક્સ કરાશે. અરજદારે કોર્ટને જણાવ્યું, સરકાર ઢોર નિયંત્રણ કાયદો આગામી વિધાનસભામાં પાછો ખેંચવાનું વિચારી રહી છે. મૃતકો અને ઇજા ગ્રસ્તોને વળતર માટે ઢોર માલિકો અને કોર્પોરેશન તેમજ રાજ્ય સરકાર જવાબદાર, તેમ હાઇકોર્ટ કહ્યું હતું. કેવી રીતે વળતર ચૂકવાશે એ અંગે સરકાર આગામી મુદ્દત સુધીમાં જવાબ રજૂ કરે, તેઓ આદેશ પણ હાઇકોર્ટે કર્યો છે. 



સમગ્ર રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં કુલ ૪૮૫ લોકોને ઢોરે અડફેટે લીધા 


સૌથી વધુ અમદાવાદ જિલ્લા ૬૧ લોકોને ઢોરે અડફેટે લીધા 



અમરેલી ૨૦
આણંદ ૧૦
અરવલ્લી ૮
બનાસકાંઠા ૨૦
ભરૂચ ૫
ભાવનગર ૨૦
બોટાદ ૮
છોટાઉદેપુર ૨૨
દાહોદ ૧૭
દેવભૂમી દ્વારકા ૭
ગાંધીનગર ૧૪
ગીરસોમનાથ ૫
જામનગર ૯
જુનાગઢ ૧૪
કચ્છ ૨૫
ખેડા ૨૧
મહેસાણા ૧૨ 
મહિસાગર ૧૩
મોરબી ૧૩
નર્મદા ૯
નવસારી ૩
પંચમહાલ ૧૫
પાટણ ૫
પોરબંદર ૫
રાજકોટ ૧૮
સુરત ૨૪
સુરેન્દ્રનગર ૧૩
તાપી ૫
ડાંગ ૧૦
વડોદરા ૨૪
વલસાડ ૧૮


Gujarat : ખેડૂતો માટે સારા સમાચાર, લાભ પાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે શરૂ


ગાંધીનગરઃ રાજ્યના લાભ પાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. રાજ્ય સરકાર ૫,૮૫૦ ના ટેકાના પ્રતિ ક્વિંટલના ભાવે મગફળીની ખરીદી કરશે. ખેડૂતો ૨૫ સપ્ટેમ્બરથી ૨૪ ઓક્ટોબર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. મગ, અડદ અને સોયાબીનની પણ લાભ પાંચમથી ખરીદી થશે. 


૨૯ ઓક્ટોબર લાભ પાંચમથી ૯૦ દિવસ મગફળી, મગ, અડદ અને સોયાબીનની થશે ખરીદી. ગુજકોમાસોલ ટેકાના ભાવે ખરીદી માટે નોડલ એજન્સી રહેશે. મગ રૂપિયા ૭,૭૫૫, અડદ રૂ ૬,૬૦૦ તો સોયાબીન રૂ ૪,૩૦૦ પ્રતિ ક્વિંટલ ના ભાવે ખરીદાશે.