Ahmedabad News:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે તહેવારનો સિઝન આવતા મોટી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં હવે ઘી અને પનીર બાદ બટર અને ચીઝના એકમો પર કાર્યવાહી કરવામાં આવી છે. પીપળજમાં આવેલા દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ એકમમાં આવેલા કોલ્ડ સ્ટોરેજમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
કાર્યવાહી દરમિયાન સ્ટોરેજમાં અલગ અલગ કંપનીથી લવાયેલા ચીજ બટનના જથ્થાની તપાસ કરવામાં આવી હતી અને 600 ટન જેટલો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.દેશના વિવિધ રાજ્યોમાંથી વેચાણ અર્થે આવેલો આ જથ્થો કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે. આ શંકાસ્પદ જથ્થામાંથી 8 સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યાં છે.
ક્યાં રાજ્યોની કંપનીના હતો બટર-ચીઝનો જથ્થો
- વ્હાઇટ બટર - કોટા , રાજસ્થાન
- લુઝ ચીઝ - ઉમિયા મિલ્ક પ્રોડક્ટ , સીટીએમ , અમદાવાદ
- પ્રોસેસ્ડ ચીઝ ક્યુબ , મિલ્કીમીસ્ટ - તમિલનાડુ
- વ્હાઇટ બટર , માહી બ્રાન્ડ - મહેસાણા
- પેસ્ચયુરાઇસ્ડ વ્હાઇટ બટર , માહી બ્રાન્ડ
- સોલ્ટેડ ટેબલ બટર , મિલ્કીમીસ્ટ
કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલા આ બટર અને ચીઝનો 600 ટન શંકાસ્પદ જથ્થો સિઝ કરવાની સાથે 8 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેના ચકાસણી અર્થે અર્થે લેબમાં મોકલવામાં આવ્યાં છે.
આ પણ વાંચો
ખાલિસ્તાન સમર્થકોની ધમકી બાદ ભારત સરકાર એલર્ટ, વિદેશ મંત્રી જયશંકરને મળશે Z શ્રેણીની સુરક્ષા