અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યૂકેશન -CBSEનું ધોરણ 12નું પરિણામ જાહેર થઇ ગયુ છે. તમામ ઝોનનું રિઝલ્ટ એકસાથે જાહેર કરવામાં આવ્યુ. આ વખતે સીબીએસઇનું રિઝલ્ટ 83.04 ટકા આવ્યુ છે.

ધોરણ 12નું સીબીએસઇનુ પરિણામ 84.04 ટકા આવ્યુ છે. બે વિદ્યાર્થીનીએ એક સાથે ટૉપ કર્યુ છે. હંસિકા શુક્લા અને કરિશ્મા અરોડા નામની બે વિદ્યાર્થીનીને સીબીએસઇમાં 500માંથી 499 નંબર આવ્યા છે. કુલ 13 લાખ વિદ્યાર્થીઓએ આ વખતે પરિક્ષા આપી હતી.


આ વખતે પણ છોકરીઓએ બાજી મારી હતી. ત્રિવેન્દ્રમ ઝોનનું પરિણામ સૌથી વધારે આવ્યું હતું. અહીં 98.2% પરીક્ષાર્થી પાસ થયા છે. 92.3% સાથે ચેન્નાઈ બીજા અને 91.87% સાથે દિલ્હી ત્રીજા નંબરે રહ્યું છે.


સીબીએસઇ પરિક્ષાનું પરિણામ વિદ્યાર્થીઓએ cbse.nic.in વેબસાઇટ પરથી જોઇ શકે છે.