ગુજરાતમાં વેન્ટિલેટરને લઇ અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે 175 વેન્ટિલેટર ગુજરાતને પુરા પાડ્યા છે અને તેમાંથી જુદી જુદી સરકારી હોસ્પિટલમાં વેન્ટિલેટર પહોંચી પણ ગયા છે. સુરત સહિત અન્ય સરકારી હોસ્પિટલોમાં તો તેમનો ઉપયોગ પણ શરુ કરી દેવામાં આવ્યો છે.
સુરતમાં 25, રાજકોટમાં 25 અને વડોદરામાં 25 વેન્ટિલેટર ફાળવામાં આવ્યા છે. જ્યારે 100 વેન્ટિલેટર અમદાવાદમાં છે. સુરતમાં 25માંથી 19 વેન્ટિલેટરનો તો ઉપયોગ પણ શરુ કરી દેવામા આવ્યો છે. છેલ્લી માહિતી પ્રમાણે રોજ કોરોનાના 65 થી 69 જેટલા દર્દીઓને વેન્ટિલેટરની આવશ્યકતા રહે છે. ત્યારે 175 વેન્ટિલેટર ગુજરાતને મળતા મોટી રાહત મળી છે.