અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. એમાં પણ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો સૌથી વધું છે. ત્યારે આજે 305 નવા કેસ સાથે amcની હદ વિસ્તારમાં કોરોનાનો આંકડો 16,067 ઉપર પહોંચ્યો છે. ગઈ કાલે 221 લોકોની સાથે અત્યાર સુધી 11,560 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. તેમજ 20ના મોત સાથે 1161 લોકોના મોત થયા છે.
અમદાવાદ શહેરના કેસોની વિગતો જાણીએ તો ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ ઝોન માટે માઠા સમાચાર છે. ઉત્તર ઝોનમાં બે દિવસમાં 12, તો પૂર્વ ઝોનમાં 11 લોકોના મોત થયા છે. ગઈ કાલે ઉત્તર ઝોનમાં 5 તો પૂર્વમાં 7 લોકોના મોત થયા થયા છે. પશ્ચિમ ઝોનમાં 60 કેસ નોંધાયા છે. નવા 305 કેસમાંથી 67 કેસ ઉત્તર ઝોનના છે, તો 61 કેસ પૂર્વ ઝોનના છે. મધ્ય ઝોનમાં 37, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 22, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 26, દક્ષિણ ઝોનમાં 32 કેસ નોંધાયા છે.
અત્યાર સુધીના એક્ટિવ કેસોની વાત કરીએ તો ઉત્તર ઝોનમા 785 એક્ટિવ કેસ છે, જ્યારે પશ્ચિમ ઝોનમાં 660 એક્ટિવ કેસ છે. મધ્ય ઝોનમાં 376, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 294, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 236, પૂર્વ ઝોનમાં 587 અને દક્ષિણ ઝોનમાં 408 મળી અત્યાર સુધી 3346 એક્ટિવ કેસ નોંધાયા છે.
અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવતઃ નવા 305 કેસ નોંધાયા, જાણો કયા ઝોનમાં શું છે સ્થિતિ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Jun 2020 01:48 PM (IST)
ગઈ કાલે 221 લોકોની સાથે અત્યાર સુધી 11,560 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. તેમજ 20ના મોત સાથે 1161 લોકોના મોત થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -