અમદાવાદઃ શહેરમાં વધતા ચેઇન સ્નેચિંગના બનાવોના પગલે ક્રાઇમ બ્રાંચ દ્વારા 1 રીઢા ચેઈન સ્નેચર મહમદ આરીફ ઉર્ફે કાલીયાની ધરપકડ કરી લીધી છે. તેની પાસેથી પોલીસે એક ચેઇન અને એક બાઇક કબ્જે કર્યા છે. આરોપીની પૂછપરછ દરમિયાન 5 ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપ્યા હોવાનું સ્વીકાર્યું હતું. આરોપી અગાઉ પણ ચેઇન સ્નેચિંગના ગુનાઓ કરી ચુક્યો છે. અગાઉ પણ સીબીઆઇ અધિકારી બનીને લૂંટ ચાલવાના ગુનામાં પણ ઝડપાઇ ચુક્યો છે હાલ ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપીને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્યમાં હાલ દિવાળીની તહેવારની તૈયારી ચાલી રહી છે. તે જોતા રાજ્યમાં અસામાજીક તત્વો સક્રિય થયા છે. મહિલાઓ અને વૃદ્ધોને ટાર્ગેટ બનાવીને લૂંટને કરી રહ્યા છે. ત્યારે પોલીસ તંત્ર પણ આવા રીઢા ગુનેગારોને ઝડપી પાડવા માટે કમર કસી લધી છે.