અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો ચાર્જ  પ્રેમવીરસિંહને સોંપવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનર તરીકે હાલ ફરજ બજાવતા સંજય શ્રીવાસ્તવ 30 એપ્રિલે વયનિવૃત થઇ રહ્યા છે. જેમના સ્થાને અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ  હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા IPS પ્રેમવીર સિંહને સોંપાયો છે. અમદાવાદના પોલીસ કમિશનર 30મી એપ્રિલના રોજ વયનીવૃત થઈ રહ્યા છે.


અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ 30મી એપ્રિલના રોજ વયનિવૃત થતા હોવાથી તેમના સ્થાને કોને બેસાડવા તે બાબતે અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા હતા. અંતે પ્રેમવીરસિંહના નામ પર મોહર લાગવામાં આવી છે.


 


Rahul Gandhi : રાહુલ કેસમાં વકીલ મનુ સિંઘવીની ધારદાર અપીલ, મોદી અટકને લઈ કહ્યું કે...


Rahul Gandhi Defamation Case: બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને દોષી ઠેરવનાર સુરત કોર્ટના નિર્ણય સામે શનિવારે (29 એપ્રિલ) ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી વતી કોંગ્રેસ નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, રાહુલે ક્યારેય પૂર્ણેશ મોદીનું નામ લીધું જ નથી. જ્યારે રહી વાત મોદી અટકની તો મોદી નામ કોઈ માન્ય વંશીય જૂથનું નથી. આમ પણ એક વ્યક્તિ બીજી વ્યક્તિને બદનામ કરી શકે છે. જો એક જ નામના કરોડો લોકો હોય તો દરેક વ્યક્તિ પર કેસ નોંધી શકાતો નથી. જસ્ટિસ હેમંત પ્રાચાક આ કેસની સુનાવણી કરી રહ્યા છે.


સિંઘવીએ કહ્યું હતું કે, ગુજરાતમાં એક જ્ઞાતિ જૂથ મોદીના નામથી લખે છે, પરંતુ અરજદાર કહે છે કે, દેશમાં મોદી નામના કરોડો લોકો છે, તેથી રાહુલે બધાને બદનામ કર્યા. શું એક નિવેદન માટે કરોડો લોકો કેસ દાખલ કરી શકે છે? તેમણે કહ્યું હતું કે, સુબ્રમણ્યમ સ્વામીએ અપરાધિક માનહાનિના કાયદાને રદ્દ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મેં ત્યાં તેનો વિરોધ કર્યો હતો. તેના જવાબમાં ન્યાયાધીશે સ્મિત સાથે કહ્યું હતું કે, ક્યારેક એવું બને છે કે સર્કલ આખે આખુ ઘુમી જાય છે.


મોદી નામનો કોઈ એક સમુદાય નથી


રાહુલ ગાંધી વતી અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, ગુજરાતમાં મોઢ, વણિક, રાઠોડ, તેલી ઘણા લોકો મોદી અટક લખે છે. રાહુલના નિવેદનને આ બધા સાથે જોડવું યોગ્ય નથી. અરજીકર્તાનું કહેવું છે કે, દેશના 13 કરોડ લોકોની બદનામી થઈ છે. આ કાયદાની મજાક છે અને તેને મંજૂરી ન આપવી જોઈએ