ગાંધીનગર: રાજ્યના લોકોને માહિતી પહોચાડવા અને લોકો સાથે સંપર્ક સાધવા મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.  2 વર્ષ પૂર્ણ થતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાર્યાલયે વોટસએપ ચેનલ શરૂ કરી છે. સચોટ જાણકારી નાગરિકો સુધી પહોંચે તે માટેનો CMOનો પ્રયાસ છે. છેવાડાના પ્રત્યેક માનવી સુધી વિકાસના લાભ પહોંચે તેવી રાજ્ય સરકારની પહેલ છે. મુખ્યમંત્રી કાર્યાલય,ગુજરાતે પોતાની અધિકૃત WhatsApp ચેનલ શરૂ કરી છે. ચેનલ દ્વારા મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમોથી લઇને વિકાસના વિવિધ કાર્યો અંગેની અદ્યતન જાણકારી મેળવી શકશે.


ગુજરાતમાં વિવિધ જનહિતકારી યોજનાઓ અને વિકાસના પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અંગેની સચોટ જાણકારી નાગરિકો સુધી પહોંચે અને છેવાડાના પ્રત્યેક માનવી સુધી વિકાસના લાભ પહોંચે તેવી રાજ્ય સરકારની નેમ છે.આ હેતુ સાથે મુખ્યમંત્રી કાર્યાલય, ગુજરાતે પોતાની અધિકૃત WhatsApp ચેનલ શરૂ કરી છે. જેની પર આપ  મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમોથી લઇને વિકાસના વિવિધ કાર્યો અંગેની અદ્યતન જાણકારી મેળવી શકશો. લિંક:  https://whatsapp.com/channel/0029Va2mspvJJhzfNrdX1733


જુન મહિનામાં આવેલા બિપરજોય વાવાઝોડાના કારણે કરોડોનું રુપિયાનું નુકશાન થયું હતું. કોઈ માનવ ખુવારી તો નહોતી થઈ પરંતુ કેટલાય પશુઓના મોત નિપજ્યા હતા. આ ઉપરાંત અનેક વિજ પોલ અને કેટલાક મકાનો ધરાશાયી થયા હતા. જો કે, નવાઈની વાત એ છે કે, આટલી બધી ખુવારી થઈ હોવા છતા કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને કોઈ આર્થિક મદદ કરી નથી.



બિપરજોય વાવાઝોડા અંગે કેન્દ્ર સરકારે કોઈ સહાય ગુજરાત સરકારને આપી ન હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં સરકારે આ અંગે લેખિત જવાબ આપ્યો છે. ગુજરાત સરકારે બિપરજોય વાવાઝોડા અંગે કેન્દ્ર પાસેથી રૂ. 700. 42 કરોડની માગણી કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના સવાલમાં સરકારે લેખિત જવાબ આપ્યો હતો. 18મી જુલાઈ 2023ના રોજ ગુજરાત સરકારે મેમોરેન્ડમથી કેન્દ્ર પાસે સહાય માગી હતી. આજ દિવસ સુધી કેન્દ્ર સરકાર તરફથી કઈ મળ્યું ન હોવાનો સરકારે ખુલાસો કર્યો છે.


કેટલું થયું હતું નુકશાન?








પ્રભાવિત જિલ્લાઓમાં 400 કેવી, 220 કેવી અને 132 કેવીની ક્ષમતાના 12 સબસ્ટેશનો વીજ પુરવઠો વાવઝોડા દરમિયાન ખોરવાયો હતો.આ ઉપરાંત 66 કેવીના 243 સબસ્ટેશનનો વીજ પુરવઠો પણ આ વાવાઝોડા દરમિયાન બંધ થયો હતો.વાવાઝોડાથી ગેટકો અને ડીસ્ટ્રીબ્યુશન કંપનીઓના વીજ માળખાને અંદાજીત રૂ. 783 કરોડનું નુકશાન થયું છે.  પ્રભાવિત જિલ્લાઓમાં અસરગ્રસ્ત નાગરિકોને 3 દિવસમાં કેશડોલ્સની ચૂકવણી કરવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. વાવાઝોડાની વિપરીત અસરોથી સંભવિત જિલ્લાઓમાં પશુ મૃત્યાંકને ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ઘણા પશુઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. બાકી રહેતા પશુઓને બાંધી ન રાખવા અને છુટ્ટા મૂકવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. છતાં પણ વીજળી પડવાથી, ઝાડ નીચે દબાવાથી, વધારે સમય પાણીમાં ફસાયેલા રહેવાથી અને ઠંડીના કારણે રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ 1320 પશુઓ અને 1907 મરઘાના મૃત્યું થયા હતા.  પાત્રતા મુજબ કુલ મરણ પૈકી 1129 પશુઓને રાજ્ય સરકાર તરફથી સહાય મળવાપાત્ર છે. જેની અંદાજીત રકમ રૂ. 1.62 કરોડ છે.


બિપરજોય વાવાઝોડામાં થયેલા નુકશાન અંગે રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી હતી. કપડા અને ઘરવખરીના નુકશાન માટે સરકાર રૂપિયા 7000. સંપૂર્ણ નાશ થયેલ કાચા પાકા મકાન માટે રૂપિયા 1,20,000ની સહાય, આંશિક નુકસાન થયેલા પાકા મકાનો માટે રૂપિયા 15000ની સહાયની જાહારાત કરવામાં આવી હતી. આંશિક નુકસાન થયેલ કાચા મકાનો માટે રૂપિયા 10,000ની સહાય જાહેર કરવામાં આવી હતી. સંપૂર્ણ નાશ થયેલ ઝુંપડા માટે રૂપિયા 10,000 ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. ઘર સાથેના શેડના નુકસાન માટે રૂપિયા 5000ની સહાયની જાહેરાત કરવામાં આવી હતી.