Ahmedabad Crime News: અમદાવાદમાં ફરી એકવાર હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. ધોળે દહાડે હત્યા થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. શહેરના નારોલ વિસ્તારમાં અંગત અદાવતના કારણે એક શખ્સે અન્ય અન્ય એક શખ્સ પર તલવારના ઘા ઝીંકીને હત્યા કરી દીધી છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. 


અમદાવાદમાં ફરી એકવાર ધોળે દિવસે હત્યાની ઘટના ઘટી છે. શહેરના નારોલ વિસ્તારમાં એક હત્યાની ઘટનાથી ચકચારી મચી ગઇ છે. નારોલમાં સામાન્ય બોલાચાલી અને અદાવતના કારણે ધ્રુવેન્દ્ર રાજપૂત ઉર્ફે ડેવિલ નામના શખ્સની હત્યા કરવામાં આવી છે. રવી બોરાણા નામના શખ્સે ધુવેન્દ્ર રાજપૂત પર અચાનક ઉપરાછાપરી તલવારના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો આરોપ લાગ્યો છે. પોલીસ તપાસમાં પ્રાથમિક અનુમાન છે કે, આ હત્યા અંગત અદાવતના કારણે થઇ છે. હાલમાં પોલીસે આરોપી રવી બોરાણાની ધરપકડ કરી લીધી છે. 


કલંકિત ઘટના: 20 વર્ષના યુવકે 78 વર્ષીય વૃદ્ધા પર આચર્યું દુષ્કર્મ, CCTV કેમેરાએ ખોલ્યું રહસ્ય


મુંબઈના દિન્ડોશી વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને માનવતાને કલંકિત કરનારી ઘટના સામે આવી છે. અહીં એક 20 વર્ષના યુવકે 78 વર્ષની વૃદ્ધ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે ગુનાનો ખુલાસો થયો હતો. પીડિત મહિલાના પરિવારજનોના જણાવ્યા અનુસાર, વૃદ્ધા ડિમેન્શિયા અને યાદશક્તિની સમસ્યાથી પીડિત છે. આ ઘટના ત્યારે બની જ્યારે વૃદ્ધા પોતાના ઘરે એકલી હતી. આરોપી યુવક ઘરમાં ઘૂસી ગયો અને સૂતેલી અવસ્થામાં વૃદ્ધા પર બળાત્કાર કર્યો અને પછી ત્યાંથી ભાગી ગયો. ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. પીડિતના પરિવારે તાત્કાલિક દિન્ડોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી પ્રકાશ મોરિયાની ધરપકડ કરી લીધી છે. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 376 (બળાત્કાર) અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક વૃદ્ધ અને અસહાય મહિલા પર થયેલા આ અત્યાચારની સર્વત્ર નિંદા થઈ રહી છે. પોલીસે આ કેસની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને આરોપીને કડક સજા મળે તે માટે પ્રયત્નશીલ છે. આ ઘટના સમાજમાં મહિલાઓની સુરક્ષા અને સંવેદનશીલતાના મુદ્દાને ફરી એકવાર ઉજાગર કરે છે.


આ પણ વાંચો


Rajkot: દીકરી પર દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો ખુલાસો, માતાએ સાવકા પિતાની કરતૂતોને ઢાંકવા કર્યું હતુ આ કામ, હવે ભૂટ્યો ભાંડો