Navratri 2023: આજે નવલી નવરાત્રિની શરુઆત થઈ ગઈ છે. દેશભરમાં આજે ભક્તિ ભાવ સાથે માતાની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આજે ગુજરાતમાં ઠેર ઠેર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે રની રહ્યા છે.
તો બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા પણ અમદાવાદમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે અમદાવાદના જીએમડીસી ખાતે 'વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2023'નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
શું કહ્યું સીએમ ભૂપેન્દ્ર પટેલે
અમદાવાદ ખાતે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, સાથી મંત્રીશ્રીઓ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં શક્તિ ઉપાસનાના દિવ્ય અને ભવ્ય ઉત્સવ સમા વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવના શુભારંભ પ્રસંગે સહભાગી થવાનો અવસર મળ્યો.શક્તિના પરમ ઉપાસક એવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવરાત્રિ અને ગરબાની ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવના આયોજન દ્વારા ગ્લોબલ પ્લેટફોર્મ આપ્યું છે. આ મહોત્સવ થકી ગરબાને વૈશ્વિ સ્તરે આગવી ઓળખ મળી છે. જગતજનનીની આરાધના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણ માટે દેશવાસીઓને નવી ઊર્જા પ્રદાન કરે એ જ પ્રાર્થના.
આજથી માં અબાના નવલા નોરતાંની શરૂઆત થઇ રહી છે, આજે આસો સુદ એકમથી પ્રથમ નોરતું શરૂ થઇ રહ્યું છે, અને આ દિવસે દરેક વ્યક્તિ માં અંબા અને કુળદેવીના દર્શને પહોંચ્યા છે. આજે બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજીમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડે જોવા મળી રહી છે. આજે પ્રથમ નોરતાને લઇને બનાસકાંઠાના અંબાજી શક્તિધામમાં વહેલી સવારથી માં અંબાના દર્શને પહોંચ્યા છે. આરાસુરી માતાજીના મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી છે.
શક્તિપીઠ અંબાજી મંદિરમા યાત્રાળુઓનો મોટો ધસારો દેખાઇ રહ્યો છે. અહીં મંદિરમાં એન્ટ્રીના તમામ ગેટ માઇભક્તોથી ઉભરાયા છે. નવરાત્રિના પ્રારંભે અંબાજી મંદિરમાં જય જય અંબેનાં નાદ સાથે ભક્તિમય માહૌલ સર્જાયો છે. આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે. , 15 ઓક્ટોબર, 2023 થી નવરાત્રિ શરૂ થઈ રહી છે, નવરાત્રિ 23 ઓક્ટોબર, 2023, મંગળવારના રોજ સમાપ્ત થશે, જ્યારે વિજયાદશમી અથવા દશેરાનો તહેવાર 24 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. શારદીય નવરાત્રિ અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવમી તિથિ સુધી ઉજવવામાં આવે છે.