મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે GICEA ના 75માં વર્ષની ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે જણાવ્યું હતું કે, વિકાસમાં એન્જિનિયર અને આર્કિટેકટની ભૂમિકા સરખી છે. આઝાદીના 75 વર્ષ થયાં છે. અમારે  20-20 નથી રમવાની,  આરામથી કામ કરવાનું છે. તમે અમને સૂચનો આપો અને લોકોના કામ અમે કરીશું. અમારો લક્ષ્ય લોકોના કામ કરવાનો છે અને એક પછી એક એ કરી રહ્યા છીએ. કોઈ ઉતાવળથી એક દિવસમાં બધું ઠીક ન થઈ જાય.


GICEA ના 75 માં વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદમાં આયોજિત GICEA ના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલે હાજરી આપી હતી. જો કે, મુખ્યમંત્રી બન્યા પહેલા ભુપેન્દ્ર પટેલ આ સંસ્થાના સભ્ય હતા. GICEA સિવિલ એન્જીનિયર્સ અને આર્કિટેક્ટ્સની પાયોનિયર સંસ્થા છે. ત્યારે આ કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ જગ્યાએ વિકાસમાં એન્જીનિયર અને આર્કિટેકટની ભૂમિકા એક સરખી છે. પહેલા ઈંચનો હિસાબ નહીં અને ફૂટનો ફરક નહીં એવા બિલ્ડીંગો જોયા છે. પણ હવે એકદમ પ્લાનિંગ સાથે બિલ્ડીંગ બને છે.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24 કેસ નોંધાયા


ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના નવા 24  કેસ નોંધાયા છે. તો બીજી તરફ 21   દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,147 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું  નથી.  આજે  3,01,026 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 6, વલસાડ 5,  સુરત કોર્પોરેશન 4, નવસારી 2, સુરત 2, જૂનાગઢ 1 અને ખેડા 1 કોરોના વાયરસનો કેસ નોંધાયો છે. 


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 168 કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 163 નાગરિકો સ્ટેબલ છે. 8,16,147 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10087 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 6, વલસાડ 5,  સુરત કોર્પોરેશન 4, નવસારી 2, સુરત 2, જૂનાગઢ 1 અને ખેડા 1 કોરોના વાયરસનો કેસ નોંધાયો છે. 



બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 8 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1856 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 15870 નાગરિકોને રસીનો પ્રથમ અને 61274 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 56150 નાગરિકોને રસીનો પ્રથમ અને 165868 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,01,026 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,86,23,024 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.