અમદાવાદઃ રાજ્યમાં 2022ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પડઘમ શરૂ થઈ ગયા છે. મુખ્ય ચૂંટણી અધિકારી અને રાજકીય પક્ષના આગેવાનોની બેઠક મળી. તમામ તૈયારીઓ અંગેનો રોડમેપ અને પક્ષના સૂચન લેવાયા. 


રાજ્યમાં નવી સરકારની રચના બાદ આગામી વર્ષ 2022 માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી કમિશને તૈયારીઓ શરૂ કરી છે. સર્કિટ હાઉસ ખાતે ભાજપ અને કોંગ્રેસ પક્ષના આગેવાનો, સિનિયર નેતાઓ અને કાયદાકીય નિષ્ણાતો સાથે કલેકટર અને મુખ્ય ચૂંટણી અધિકારીએ બેઠક યોજી. ભાજપ તરફથી બીજલ પટેલ, પરેન્દુ ભગત હાજર રહ્યા તો કોંગ્રેસ પક્ષ તરફથી ડો. જીતુ પટેલ અને નિકુંજ બલરે બેઠકમાં ભાગ લીધો. રાજકીય પક્ષ દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીને કેટલાક સૂચન કરવામાં આવ્યા છે.


રાજકીય પક્ષના સૂચનો
-પ્રતિ બુથ મતદારોની સંખ્યા 1500 અથવા તેનાથી ઓછી કરી બુથ વધારવા
-નગરપાલિકા, મહાનગરપાલિકાથી લોકસભાની ચૂંટણી સુધી એક જ બુથ ઉપર મતદાન પ્રક્રિયા બનાવવા સૂચન
-અલગ અલગ ચૂંટણીઓમાં મતદારોને અલગ અલગ બુથની ફાળવણી ન કરવા પણ સૂચન
-ઉમેદવારો અને બુથ એજન્ટના નિયમો નક્કી કરવા પણ કરાયા સૂચન


આ તરફ યુવાનોને ચૂંટણીમાં આકર્ષવા અને ઓનલાઈન પદ્ધતિનો વ્યાપ વધારવા પ્રશાસને રાજકીય પક્ષને મદદ કરવા આદેશ કર્યા. હાલમાં ઓનલાઈન મતદારો અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા દ્વારા 70 ટકા લોકો ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાઈ રહ્યા છે, જે વધારવા અને નવેમ્બર મહીનાના બીજા સપ્તાહથી ચૂંટણી કમિશન દ્વારા જનજાગૃતિના કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. જેમાં ઓક્ટોબર મહિનાના દરેક રવિવારે જનજાગૃતિ અભિયાન માટે કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.


ગુજરાતમાં 100 ટકા વેક્સિનેશનનો ટાર્ગેટ પૂરો કરવા શું બનાવાઈ રણનીતિ? જાણો વિગત


ગાંધીનગરઃ વેકસીનેશનનો ટાર્ગેટ પૂરો કરવા માટે મતદાર યાદીનો ઉપયોગ કરાશે. બુથ વાઇઝ કોણ વેકસીન માટે બાકી છે તેની ચકાસણી થશે અને મતદાર યાદીના મારફતે 100 ટકા વેકસીનના ટાર્ગેટ સુધી પહોંચી શકાશે. મુખ્ય અગ્ર સચિવ આરોગ્ય વિભાગ મનોજ અગ્રવાલે આ માહિતી આપી. આરોગ્ય વિભાગના સહયોગથી આગાખાન સંસ્થા અને sbi ફાઉન્ડેશન દ્વારા વેકસીનેશન આવરનેશ દ્રાઈવ નું આયોજન કરાયું છે, જેમાં વેકસીનેશન એવરનેસ દ્રાઈવ ને "પ્રોજેકટ પ્રતિરક્ષા" નામ આપવામાં આવ્યું.


રાજ્યના અલગ અલગ 10 બ્લોકમાં વેકસીનેશનનું આયોજન કરાયું છે, જેમાં ડાંગ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, સુરત, નર્મદા અને સુરેન્દ્રનગર જિલ્લામાં બ્લોક બનવવામાં આવ્યા છે, જ્યાં બાકી રહેલા લોકોને વેકસીન લેવા માટે પ્રોત્સાહિત કરાશે. 10 બ્લોકમાં કુલ 388 જેટલા ગ્રામ્ય વિસ્તારમાં 100 ટકા વેકસીનેશન કરાયું. 5 લાખથી વધુ લોકોને કોરોના વેકસીનેશનના ડોઝ આપવામાં આવશે. 


10 બ્લોકમાં રાજ્ય સરકાર દ્વારા વાહનો અને વોલ પેઇન્ટિંગથી વેકસીનેશનની અવેરનેસ લાવવામાં આવશે. મનોજ અગ્રવાલે કહ્યું કે અંદાજે 1.25 લાખ કુટુંબો 6 જેટલા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં વેકસીન લેવામાં બાકી છે. જ્યાં આ સંસ્થા વેકસીન લેવા માટે લોકોને સમજાવશે. સામાજિક સંસ્થાઓના સાથ સહકારના કારણે 100 ટકા વેકસીનના ટાર્ગેટ સુધી પહોંચીશુ. વેકસીન સેન્ટર પહેલા ફિક્સ હતા. હવે છૂટછાટ આપી છે જ્યાં 10 લોકો બાકી હોય ત્યાં પણ કામ કરવા સૂચનાઓ આપી છે.