Ahemdabad News:અમદાવાદના ગ્વાલિયા સ્વીટસના ઢોંસાના સાંભારમાંથી વંદો નીકળતા હોબાળો મચી ગયો. યુવકે આ ઘટનાની ફરિયાદ કરી હતી.


અમદાવાદના સૂરધારા સર્કલ પાસે આવેલા ગ્વાલિયા  આઉટલેટની બેદરકારીનો એક કિસ્સો સામે આવ્યો છે. આ ગ્વાલિયાના આઉટલેટમમાંથી એક યુવકે ઢોંસાનો ઓર્ડર કર્યો હતો. ઢોંસાના સાંભારમાંથી વંદો નીકળતા યુવકે આ મામલે રેસ્ટોરન્ટને ફરિયાદ કરી હતી.  રેસ્ટોરાંએ ઇ-મેઇલ કરી યુવકની માફી માંગી હતી.


અમદાવાદમાં વધુ એક બ્રિજમાં પડ્યા ગાબડાં, ત્રણ મહિના અગાઉ જ કરાયું હતુ લોકાર્પણ


અમદાવાદમાં વધુ એક બ્રિજમાં ગાબડાં પડ્યા હતા. મળતી જાણકારી અનુસાર, અમદાવાદમાં વધુ એક નવા બ્રિજમાં ગાબડાં પડ્યા હતા. અમદાવાદના સનાથલ ઓવરબ્રિજમાં ગાબડા પડ્યા હતા. માર્ચ મહિનામાં જ સનાથલ ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું હતું. પરંતુ 3 મહિનાની અંદર બ્રિજ પર ગાબડા પડી ગયા હતા.


96 કરોડના ખર્ચે ઔડાએ 1.38 કિલોમીટર લાંબો બ્રિજ બનાવ્યો હતો.  પરંતુ કેટલાક સ્થળે ગાબડા પડી ગયા તો કેટલાક સ્થળે કપચી ઉખડી ગઈ હતી.  હાલ બ્રિજ પરનો ક્ષતિગ્રસ્ત વિસ્તાર કોર્ડન કરી દેવાયો છે. બ્રિજનો કોન્ટ્રાકટર રચના કન્સ્ટ્રકશન કંપનીને અપાયો હતો. અને પ્રોજેકટ કન્સલ્ટન્ટ એજન્સી તરીકે ડેલ્ફ કન્સલ્ટન્ટ અને કસાડ કન્સલ્ટન્ટને જવાબદારી સોંપવામાં આવી હતી.


અમદાવાદ રાજકોટ હાઇવે ઉપરનો સનાથલ બ્રિજ 33.750 મીટર પહોળાઈ ધરાવે છે.તો પ્રતિદિન નાના મોટા 25 હજાર અને કમર્શિયલ 5 હજાર વાહનોની અવરજવર બ્રિજ ઉપર કરતા હોવાનું નોંધાયું છે. ઔડા દ્ધારા વર્ષ 2020 માં બ્રિજના ટેન્ડરની પ્રક્રિયા કરાઈ હતી જેમાં   બ્રિજનો કોન્ટ્રાકટર રચના કન્સ્ટ્રકશન કંપનીને અપાયો હતો તો  પ્રોજેકટ કન્સલ્ટન્ટ એજન્સી તરીકે ડેલ્ફ કન્સલ્ટન્ટ અને કસાડ કન્સલ્ટન્ટને જવાબદારી સોપાઈ હતી . છેલ્લા એક સપ્તાહથી પડતા વરસાદના પગલે હાલ બ્રિજના ક્ષતિગ્રસ્ત હિસ્સા ઉપર બેરીકેટ કરવામાં આવ્યું હતું. 


વિશાલા નારોલ નેશનલ હાઇવેનો બ્રિજ જર્જરિત









બ્રિજ પરથી લોડિંગ રીક્ષા, ટ્રક, બસ બ્રિજ ઉપરથી પસાર થઇ શકશે નહીં. કોઈ પણ સૂચના વગર બ્રિજ ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવતા અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. વર્ષ 1970 માં બનેલા બ્રિજ ઉપર હાલ સુધી કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી. છેલ્લા દોઢ વર્ષમાં બે વખત ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી નથી. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ વર્ષ 2015માં બ્રિજના સમારકામ માટે કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત મોકલી હતી. આગામી 13 જૂનના રોજ બ્રિજના ટેન્ડર માટે ફરીથી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. અમદાવાદમા હાટકેશ્વર બ્રિજ પણ જર્જરિત થતા તેને  બંધ કરવામાં આવ્યો હતો.