અમદાવાદ: ગુજરાતમાં હાલ ઠંડીને લઈને વિરામ ચાલી રહ્યો છે જોકે સવાર અને રાતે ઠંડી લાગે છે અને બપોરે ગરમીના કારણે ગુજરાતમાં બીમારીઓ વધી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાશે. શુક્રવારથી 1 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાશે. જેથી બપોરે ગરમી, જ્યારે સાંજ બાદ ઠંડી શરૂ થઈ જશે.


ગુજરાતમાં ઠંડીની સીઝનનો અંતિમ તબક્કો શરૂ છે. ત્યારે ફરી એકવાર ઠંડીનો અહેસાસ થશે. આજથી 1 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. જોકે બપોરે ગરમીનો અહેસાસ થશે. જ્યારે દરિયામાં તેજ ગતિએ પવન ફૂંકાવાની શક્યતા સેવાઈ રહી છે.

અરબી સમુદ્રમાં 45થી 55 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. જેને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. પશ્ચિમ મધ્ય અને દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં ન જવા માટે માછીમારોને સૂચન કરવામાં આવ્યું છે.

હાલ શિયાળાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે ત્યારે બે ઋતુનો અહેસાસ થઈ રહ્યો થશે. માર્ચ મહિનાથી ઉનાળાની ગરમીની શરૂઆત થઈ જશે. ગુજરાતમાં ઉતર તરફથી પવન ફુંકાવવાના કારણે તાપમાન નીચું જવાનું હવામાન વિભાગનુ અનુમાન છે.