મોડી રાતે અમદાવાદમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી જેમાં એકનું મોત નિપજ્યું છે. આ ઘટનામાં અત્યાર સુધી બિલ્ડિંગના કાટમાળમાં દટાયેલા 3 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના નરોડા વિસ્તારમાં કુબેરનગર ફાટક પાસેનું પ્રેમ માર્કેટની બિલ્ડિંગ મોડી રાતે ધરાશાયી થયું હતું. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે બિલ્ડિંગના કાટમાળમાં દટાયેલા 3 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. અમદાવાદમાં બનેલી આ દુર્ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળમાંતી બે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. કાટમાળમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. અમદાવાદના કુબેરનગરમાં મોડી રાત્રે બે માળનું એક મકાન ધ્વસ્ત થઈ ગયું હતું. આ મકાન જર્જરિત હાલતમાં જ હતું. સતત 5 કલાક કરતા વધુ સમય ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી ચાલી હતી. જેમાં બે લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
પ્રેમજી ગઢવી નામના એક યુવકનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત નિપજ્યું છે. આ મકાન ધરાશાયી થતા આજુબાજુના રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો.
મોડી રાતે અમદાવાદના કુબેરનગરમાં કોમર્શિયલ બિલ્ડીંગ થયું ધરાશાયી, એક વ્યક્તિનું મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Aug 2020 09:17 AM (IST)
મોડી રાતે અમદાવાદમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી જેમાં એકનું મોત નિપજ્યું છે. આ ઘટનામાં અત્યાર સુધી બિલ્ડિંગના કાટમાળમાં દટાયેલા 3 લોકોને બહાર કાઢવામાં આવ્યા
- - - - - - - - - Advertisement - - - - - - - - -