10 વર્ષ પૂર્વે કેલોરેક્સ ફાઉન્ડેશને ડીપીએસ માટે જુદા જુદા 15 સર્વે નંબરની 82 હજાર ચોરસમીટર જમીન ખરીદી કરતા વિવાદ ઊભો થયો હતો. કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના જમીનની ખરીદી કરતા શાળા સત્તાધીશો સામે 15 કેસ દાખલ કરાયા, 40 હજાર ચોરસમીટર જમીનના પુરાવા DPS રજૂ નથી કરતી.
સ્કૂલની જમીન સંસ્થાની માલિકીની ન હોવાથી તેમજ તે બિનખેતીમાં પણ ફેરવાઈ ન હોવાથી સરકારે એનઓસી આપી ન હતી. આ કારણની જાણ પણ સરકારે સ્કૂલને કરી હતી. આ પછી 2012માં સ્કૂલે ફરીથી શરતી એનઓસી આપવા રજૂઆત કરી હતી પણ સરકારે તે પણ નકારી કાઢી હતી.