AHMEDABAD : ગુજરાત કોંગ્રેસમાં આંતરિક કલહ અને જૂથબંધી કોઈ નવી વાત નથી. હવે ગુજરાત કોંગ્રેસના બે મોટા નેતાનો ડખો દિલ્લી પહોચ્યો છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને કોંગ્રેસ નેતા ઇંદ્રવિજયસિંહ વચ્ચે લાંબા સમયથી ડખો ચાલે છે. બંને વચ્ચે સમાધાનના ગુજરાતના નેતાઓના પ્રયાસો નિષ્ફળ જતાં અંતે સમગ્ર મામલે કોંગ્રેસ હાઈકમાન્ડને જાણ  કરાઈ છે. 


ક્યાંરથી ચાલી રહ્યો છે ડખો ? 
એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પટેલ અને ઇંદ્રવિજયસિંહ વચ્ચે યુથ કોંગ્રેસની ચૂંટણી સમયથી બંને વચ્ચે ડખો ચાલે છે. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બી વી શ્રીનિવાસે સમાધાનના પ્રયાસ કર્યા હતા પણ આ પ્રયાસ નિષ્ફળ જતાં છેવટે રાહુલ ગાંધીના નજીકના ક્રિષ્ના અલ્લાવરુએ હાઈકમાન્ડને ફરિયાદ કરી છે. આ ઝગડાના તાજેતરમાં યુથ કોંગ્રેસની તાલીમ શિબિરમાં પડઘા પડ્યા હતા.


કોંગ્રેસની તાલીમ શિબિરમાં હાર્દિકનો વિરોધ 
ગુજરાત કોંગ્રસમાં જૂથવાદની ફરિયાદો લાંબા સમયથી ચાલે છે. યુથ કોંગ્રેસની તાલીમ શિબિરમાં આ જૂથવાદ સ્પષ્ટ દેખાયો હતો. પાટીદાર નેતા હાર્દિક પટેલનો યુથ કોંગ્રેસના જ કેટલાક હોદ્દેદારોએ બહિષ્કાર કરી દીધો હતો.હાર્દિક પટેલ  તાલીમ શિબિરમાં બોલવા ઉભા થતાં જ કેટલાક લોકોએ બહિષ્કાર કરી દીધો હતો. વિરોધી જૂથના કેટલાક લોકો શિબિર બહાર નિકળી ગયા હતા. તેના પગલે  હાર્દિકે પોતાનું પ્રવચન ટૂંકાવવું પડ્યું હતું.


હાર્દિકે સ્વીકાર્યું, થોડા લોકોને વાંધો હતો 
ગાંધીનગરના મહુડીમાં યુથ કોગ્રેસની તાલિમ શિબિરમાં જૂથવાદ સપાટી પર આવ્યો હતો. હાર્દિક પટેલના સંબોધન માટે ઉભા થતા કેટલાક લોકો બહાર નીકળી ગયા હતા. એક જૂથના લોકો બહાર નીકળી જતા હાર્દિક પટેલે સંબોધન ટૂંકાવ્યું હતું.યુથ કોગ્રેસની તાલીમ શિબિરમાં ગણતરીના લોકોને વાંધો હોવાનો હાર્દિક પટેલે સ્વીકાર કર્યો હતો. આ મામલે ગુજરાત કોગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે કહ્યું કશું થયું નથી, હાર્દિકે કહ્યું થોડા લોકોને હતો વાંધો.