પ્રદેશ કૉંગ્રેસના નવા માળખાની તૈયારી, અસંતોષ ડામવા પ્રદેશ માળખું જમ્બો બનશે
abpasmita.in | 15 Oct 2016 09:37 AM (IST)
અમદાવાદઃ વિધાનસભાની ચુંટણીની તૈયારીમાં કૉંગ્રેસ લાગી ગઇ હોય તેમ પ્રદેશ કૉંગ્રેસમા નવા માળખાની તૈયારી ચાલી રહી છે. કૉંગ્રેસમાં ચુંટણી સમયે જ થતા બળવાને ટાળવા માટે આ વખતે કૉંગ્રેસ માળખાને જમ્બો બનાવવાનું નક્કી કરવામાં આવ્યુઁ છે. જેમા 100 થી વધુ કૉંગ્રેસના નેતાઓનો સમાવેશ કરવામાં આવશે. તો 11 ઉપપ્રમુખ અને 15 મહામંત્રી બનાવવાની શક્યતા છે. તો પ્રવક્તાની સંખ્યા પણ 5 થી વધારીને 7 કરવામાં આવશે. કૉંગ્રેસનો જૂથવાદ જગજાહેર છે. ત્યારે આવનાર ચુંટણીમાં આ જૂથવાદ નુક્સાન ના પહોંચાડે તેના લીધે પણ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.