અમદાવાદ: રાજ્યમાં 52 લાખ બાળકોને મધ્યાહન ભોજન ઉપલબ્ધ કરાવવામાં સરકાર નિષ્ફળ હોવાના આક્ષેપ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કર્યો છે.  તેમણે કહ્યું કે, 52 લાખ બાળકોને 5 મહિનાથી મધ્યાહન ભોજન નથી. ભોજન માટે અનાજ અને કુકિંગ કોષ્ટની રકમ પણ ચુકવાઈ નથી. રાજ્યની 32418 સરકારી શાળાના 52,23,321 વિદ્યાર્થીઓ પાંચ મહિનાથી મદ્યાહન ભોજનથી વંચિત છે તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. તેમણે કહ્યું કે, 2018માં રાજ્યમાં 1,10,999 બાળકો કુપોષિત હતા. 2020માં કુપોષિત બાળકોની સંખ્યા વધી 3,86,840 થઈ. કોરોનાકાળમાં આ સંખ્યા વધી કેટલી થશે તે ચિંતાનો વિષય છે. ધોરણ 1થી 6ના ૩૩ લાખ વિદ્યાર્થીઓના 178 કરોડ રૂપિયા અને ધોરણ 7થી 8ના 19 લાખ વિદ્યાર્થીઓના 150 કરોડ રૂપિયા ચુકવવાના બાકી છે. રાજ્યની 42,208 આંગણવાડીમાં દૂધ સંજીવની યોજના લાંબા સમયથી બંધ છે.


જેપી નડ્ડાએ ગુજરાતના આ દિગ્ગજ નેતા સાથે ગાંધીનગરમાં કરી અલગથી મુલાકાત


ગાંધીનગર:  જેમ જેમ રાજ્યમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. હવે આ કડીમાં ભાજપે હવે પોતાના જૂના આગેવાનોને યાદ કરી કરીને બોલાવ્યા છે. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતની મુલાકાતે છે. ત્યારે મહેસાણાના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એ કે પટેલની રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ શુભેચ્છા મુલાકાત લીધી છે. ડૉ. એ કે પટેલની મુલાકાત લઈને જે પી નડ્ડાએ તેમના ખબર અંતર પૂછ્યા હતા. અટલ બિહારી વાજપાયીના સાથીદાર એવા ડૉ. એકે પટેલ 1982માં ભાજપ તરફથી ચૂંટણી જીતનાર લોકસભાના પહેલા સાંસદ હતા. જે.પી.નડ્ડા કમલમમાં આવતાંની સાથે જ સીધા અલગ રૂમમાં ગયા હતા, જ્યાં ભાજપના સૌપ્રથમ સાંસદ અને ભાજપના અગ્રણી એ.કે પટેલ સાથે લગભગ 15 મિનિટ સુધી બેઠા હતા.


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની બદલી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની બદલી કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ આનંદની બદલી કરવામાં આવી છે. IAS પી.ભારતીની નવા ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરાવામાં આવી છે. પી.ભારતી 2005ની બેચના આઇએએસ અધિકારી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ મહિનાઓ બાકી છે ત્યારે આ બદલીને મહત્વની માનવામાં આવે છે.


કોંગ્રેસના પૂર્વ MLA નવાજૂનીના મૂડમાં, ટેકેદારો સાથે બે કલાક કરી બેઠક


વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં કોંગ્રેસ કમર કસી રહી છે તો બીજી તરફ નારાજ નેતાઓ પણ પાર્ટીનું ટેન્શન વધારી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી નારાજગીના કારણે નિષ્ક્રિય થયેલા પૂર્વ MLA કામિનીબા નવાજૂનીના મૂડમાં છે. દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે ટેકેદારોની બેઠક યોજી હતી. આગામી સમયમાં શું કરવું તે અંગે ટેકેદારો સાથે ચર્ચા કરી હોવાની વાત સામે આવી છે. ગુરુવારે રાત્રે કામિનીબા અને ટેકેદારો વચ્ચે આ બેઠક બે કલાક ચાલી હતી. પક્ષમાં થયેલા અન્યાય અંગે ટેકેદારોએ પણ રોષ વ્યક્ત કર્યો હતો. પ્રભારી રઘુ શર્માએ મિટિંગ કરવાનું કહેતા હાલ થોભો અને રાહ જુવોની નીતિ અપનાવી છે. એક તરફ હાર્દિકના નિવેદનોએ અને બીજી તરફ કામિનીબાની આ બેઠકે કોંગ્રેસને આગામી સમયમાં વિચારવા મજબૂર કરી છે.