અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગુજરાત કૉંગ્રેસ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 10 વોર્ડના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે કૉંગ્રેસે પાંચ મહાનગરપાલિકા માટે પ્રથમ યાદી જાહેર કરી હતી.
કૉંગ્રેસ દ્વારા આજે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે જેમાં અમદાવાદ મહાનગરપાલિકાના 10 વોર્ડના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે 23 જાન્યુઆરીના રોજ કરી હતી. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે.
કૉંગ્રેસે અમદાવાદ મહાનગરપાલિકાના 10 વોર્ડના ઉમેદવારોના નામની જાહેરાત કરી, જાણો કોને મળી ટિકિટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Feb 2021 09:11 PM (IST)
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગુજરાત કૉંગ્રેસ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 10 વોર્ડના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -