Assembly By Election: કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં 16 ઉમેદવારોની જાહેરાત કરી છે. સાથે સાથે કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસે પેટાચૂંટણીની પાંચેય બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસે પોરબંદર વિધાનસભા બેઠક પરથી રાજુ ઓડેદરાને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે માણાવદર બેઠક પરથી  કોંગ્રેસે હરિભાઈ કણસાગરાને ટિકિટ આપી છે. તો વાઘોડીયા બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર તરીકે કનુભાઈ ગોહિલની પસંદગી કરી છે. જ્યારે વિજાપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે દિનેશ પટેલ જંગમાં ઉતરશે. ખંભાત બેઠક પર મહેંદ્રસિંહ પરમાર કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરવામા આવ્યા છે.


કોંગ્રેસે જાહેર કર્યા પેટાચૂંટણીની પાંચેય બેઠકના ઉમેદવાર



  • માણાવદર બેઠક પર અરવિંદ લાડાણી સામે હરિભાઈ કનસાગરા

  • વિજાપુર બેઠક પર સી.જે ચાવડા સામે કોંગ્રેસના દિનેશ પટેલ

  • વાઘોડીયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે કનુભાઈ ગોહિલ

  • ખંભાત બેઠક પર ચિરાગ પટેલ સામે મહેંદ્રસિંહ પરમાર

  •  પોરબંદર વિધાનસભામાં મોઢવાડિયા સામે ઓડેદરાનો જંગ જામશે.


ગુજરાતની 4 લોકસભા બેઠકો માટે નામ જાહેર


 મનીષ તિવારીને ચંડીગઢથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સાથે જ મંડી લોકસભા સીટ પરથી વિક્રમાદિત્ય સિંહના નામને પણ મંજૂરી આપવામાં આવી છે. કોંગ્રેસની તાજેતરની યાદીમાં ગુજરાત માટે ચાર, હિમાચલ પ્રદેશ માટે બે, ચંદીગઢ માટે એક અને ઓડિશા માટે 9 ઉમેદવારોના નામ સામેલ છે. 


 






અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર તરીકે હિંમતસિંહ પટેલની નામની જાહેરાત કરવામાં આવી છે.  હિંમતસિંહ પટેલ નામની જાહેરાત બાદ એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી છે. તેમણે કહ્યું કે, પક્ષને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.  અમદાવાદ શહેરમાં મેયર તરીકે કોર્પોરેટર તરીકે અને ધારાસભ્ય તરીકે સેવા આપી છે  જ્યારે જરૂર પડ્યે લોકોની સાથે હંમેશા રહ્યો છું. માત્ર ચૂંટણી જ નહિ પણ 365 દિવસ કાર્યલય શરૂ હોય છે.  મારો નિર્ણય પક્ષે કરવાનો હતો. પક્ષે વાત કરી કે પક્ષને તમારી જરૂર છે. પક્ષે આદેશ કર્યો એટલે એ શિરોમાન્ય હોય. ચૂંટણી માટેના સંકેતો મળી ચૂક્યા હતા. એટલે જ માનસિક રીતે, ફિઝિકલ અને રાજકીય રીતે તૈયાર રહેવું પડે.


લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે વધુ એક યાદી જાહેર કરી છે. ગુજરાતની બાકી ચારેય બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ પૂર્વ,મહેસાણા,નવસારી અને રાજકોટ બેઠક માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે.  રાજકોટમાં ભાજપના કડવા પાટીદાર સામે કોંગ્રેસના લેઉવા પાટીદારનો જંગ જામશે. નોંધનિય છે કે, રાજકોટ બેઠક હાલમાં હેડલાઈનમાં છે. પરશોત્તમ રુપાલા નિવેદન બાદ સમગ્ર રાજ્યની નજર આ બેઠક પર ટકેલી છે.