અમદાવાદ: કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, આજે રાજ્યમાં ગલીએ ગલીએ દારૂ વેચાય છે. ગુજરાત દ્રગ્સનું હબ બન્યું છે. પહેલા માત્ર દારૂનું જ દુષણ હતું, હમણાં જ તથ્ય પટેલે અકસ્માતમાં લોકોને કચડી માર્યા. આજે ડ્રગ્સ પકડાય તો રાજ્ય સરકાર વાહવાહી લૂંટે છે પણ ડ્રગ્સના આરોપીઓને પકડતી નથી. તાજેતરમાં એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં એનસીબીના અધિકારીઓએ રેડ કરી હતી. ત્યાં ખુબ મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાયું છે. એક કિલોના એક કરોડના બજાર ભાવનું 500 કિલો ગ્રામ ડ્રગ્સ પકડાયું છે.
સરકાર પોલીસ અને પ્રશાસન ચૂપ કેમ?
આટલી મોટી રકમનું ડ્રગ્સ પકડાયું છતાં સરકાર ચૂપ છે. સરકાર ચૂપ છે માટે શંકા પેદા થાય તે સ્વાભાવિક. સરકાર પોલીસ અને પ્રશાસન ચૂપ કેમ છે તે ચિંતાનો વિષય છે. આ ઉપરાંત આ કંપનીમાં મોટી રકમનો તોડ થયાની પણ વાતો આવી છે. સંલગ્ન અધિકારીની બદલી કરવામાં આવી છે. ગુજરાત ડ્રગ્સની બાબતમાં અત્યાર સુધી લેન્ડિંગ હબ હતું જ્યારે હવે પ્રોસેસિંગ હબ બની ગયું છે.
સરકાર પોલિસી બનાવી યુવાધનને બચાવા કોઈ પગલાં ભરે એવી માંગ
ફાર્માસ્યુટિકલ કંપનીની આડમાં આ પ્રકારનું પ્રોસેસિંગ કરવામાં આવે છે જે ચિંતાનો વિષય છે. અત્યાર સુધી પકડાયેલ ડ્રગ્સની માત્રામાં 180 ટકા વધારો થયો છે. કિંમતની દ્વષ્ટિએ વાત કરીએ તો 2022માં 33 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું જ્યારે આ વર્ષે 97 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું છે. અમારી માંગણી છે કે આ ડ્રગ્સ પકડાયાના સમાચારો બાબતે મુખ્યમંત્રી ખુલાસો કરે કે સમગ્ર ઘટનામાં શું પકડાયું છે અને કોણ મુખ્ય ગુન્હેગારો છે. સરકાર પોલિસી બનાવી યુવાધનને બચાવા કોઈ પગલાં ભરે એવી માંગ છે.
બીજીપી નેતા પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા અંગે અમિત ચાવડાનું નિવદેન
તો બીજી તરફ બીજેપીના પ્રદીપસિંહ વાઘેલાએ આપેલા રાજીનામા અંગે પણ અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પ્રદીપ સિંહનું રાજીનામું પાર્ટીનો અંગત વિષય છે. પ્રદેશ પ્રમુખ સામે આક્ષેપ વાડી પત્રિકાઓ ફરે છે. તપાસમાં એમના જ કાર્યકરોની ક્યાંક સંડોવણી સામે આવે છે. પાર્ટીનો આંતરિક અસંતોષ હોય તેવું લાગી રહ્યું છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial