અમદાવાદઃ મેયર બિજલ પટેલના હસ્તે આજે શાહપુરમાં લાલકાકા મ્યુ. કોમ્યુનિટી હોલનું લોકાર્પણ થવાનું હતું. જોકે, આ પહેલા દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા હોલનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું હતું. હોલના લોકાર્પણ માટે ભાજપના કાર્યકરો સહિત મેયર હાજર રહેવાના હતા.


ઉદ્દઘાટન કર્યા બાદ ગ્યાસુદ્દીન શેખે નિવેદન આપ્યું હતું કે, 2015માં મેં હોલ મંજુર કરાવ્યો હતો. હોલના કાર્યક્રમમાં મને આમંત્રણ આપવામાં ના આવ્યું. મનપામાં મેં રજુઆત કરી પણ યોગ્ય જવાબ ના મળ્યો. મંત્રી કૌશિક પટેલ અને મેયર ઉદ્ઘાટન કરે એ પહેલા અમે વિજય મુરહતમાં ખુલ્લું મૂક્યું.

ભાજપની સરકાર ચૂંટાયેલા પ્રતિનિધિઓને આમંત્રણ આપતી નથી. અમે ભાજપની જોહુકમી નહીં ચલાવી લઈએ. ધારાસભ્ય તરીકે કોંગ્રેસના ધારાસભ્યોને પણ ઉદ્દઘાટનમાં સ્થાન મળવું જોઈએ.