બીજી તરફ પંજાબ હરિયાણાના ખેડૂત આંદોલનની ગુજરાત પર મોટી અસર થઈ છે. પંજાબ હરિયાણાથી આવતા ડુંગળી-બટાકા ગુજરાત આવતા બંધ થયા છે. રોજિંદા વપરાતા શાકભાજી ડુંગળી બટાકાના ભાવ વધ્યા છે. આંદોલનને કારણે ડુંગળીના ભાવ અત્યારે 60 થી 70 રૂ થઇ ગયા છે, જે પહેલા 20 થી 30 હતા.
આ ઉપરાંત બટાકાના ભાવ 50 થી 70 રૂ થયા છે, જે પહેલા 20 થી 25 રૂપિયા હતા. મરચા પ્રતિ કિલોના 160 રૂપિયા થયા છે, જે 40 થી 50 હતા. શાકભાજી વિક્રેતાઓ દ્વારા દહેશત વ્યક્ત કરવામાં આવી છે કે, હજુ આંદોલન લંબાશે તો હજુ પણ ડુંગળી-બટેકાના ભાવ વધી શકે છે.