અમદાવાદઃ કોંગ્રેસના MLA ઇમરાન ખેડાવાલાએ પોતાના ભાઈ સાથે જ મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. રવિવારે બપોરે ઘર પાસે બંને ભાઈઓ વચ્ચે મારામારી થઈ હતી. સમગ્ર બનાવ અંગે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ નિવેદન આપ્યું હતું કે, મારા ભાઈ તેના પુત્રને માર મારતા હતા જેથી મારે ઝઘડો થયો હતો. મોબાઇલની બાબતે અમારે ઝઘડો થયો હતો.
તેમણે એબીપી અસ્મિતા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મારામારીનો આરોપ બીલકુલ ખોટો છે. હું તો કોઈ દિવસ લડાઇ ઝઘડામાં માનતો જ નથી. મારા મોટાભાઈનો છોકરો છે, એ મોબાઇલ લાવ્યો હતો. મોબાઇલ મુદ્દે પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. એટલે મેં કહ્યું કે, લાવ્યો છે, તો લાવ્યો છે, એમાં શું થઈ ગયું? પરંતુ મોટાભાઈએ મારી સામે જ તેમના દીકરાને બે-ત્રણ લાફા મારી દીધા. એટલે મેં તેમનો હાથ પકડી લીધો અને કહ્યું, ના માર ભાઈ. આથી તે મારી સામે પણ બોલવા લાગ્યો. આ સિવાય કોઈ ઝઘડો નથી અને મારી સાથે જ રહે છે. મિલકત કે અન્ય કોઈ ઝઘડો નથી. ઘરનો સામાન્ય ઝઘડો છે.
કોંગ્રેસના ધારાસભ્ય ખેડાવાલાને પોતાના ભાઈ સાથે કેમ થઈ મારામારી? જાણો ખેડાવાલાએ શું કહ્યું? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Nov 2020 10:38 AM (IST)
ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ નિવેદન આપ્યું હતું કે, મારા ભાઈ તેના પુત્રને માર મારતા હતા જેથી મારે ઝઘડો થયો હતો. મોબાઇલની બાબતે અમારે ઝઘડો થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -