ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો શનિવાર અને રવિવારે કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે બન્ને રિપોર્ટ નેગેટિવ આવ્યાં હતાં. ઈમરાન ખેડાવાલાને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઈમરાન ખેડાવાલાએ કહ્યું હતું કે, એસવીપી હોસ્પિટલ, ડોક્ટર્સ, નર્સ અને સ્ટાફ મેનેજમેન્ટનો આભાર માન્યો હતો.


ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, મને જ્યારે હોસ્પિટલમાં એડમિટ કર્યો ત્યારથી આજ સુધી તમામ સર્વિસ સારી ક્વોલિટીની છે. અહીં મને એવું લાગ્યું કે હું પરિવાર સાથે રહું છું. ડોક્ટર્સ અને નર્સની ટીમો સારી સેવા કરી રહી છે. અમદાવાદ મનપા સંચાલિત હોસ્પિટલમાં લોકોને સર્વિસ મળી રહી છે તે સારી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સમયસર ટેસ્ટ કરવામાં આવતાં હતા. 24 કલાક ડોક્ટરો સેવા કરે છે. જમવાની વ્યવસ્થામાં ફૂડ ક્વોલિટી સારી છે
પરિવારની જેમ લોકોએ સેવા આપી છે. હું વિજય નહેરા, અમદાવાદ મનપાના અધિકારીઓ સહિતના તમામનો આભાર માનું છું.

ઈમરાન ખેડાવાલા કોરોના પોઝિટિવ આવતાં છેલ્લા 11 દિવસથી SVP હોસ્પિટલમાં સારવાર લીધી હતી. હાલમાં છેલ્લી બે વખત કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવતાં આજે ડિસ્ચાર્જ કરવામાં આવશે. ઈમરાન ખેડાવાલા આજે SVP હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા છે ત્યારે આજથી ઈમરાન ખેડાવાલા 14 દિવસ હોમ કોરોન્ટાઈનમાં રહેશે.