હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. હાલ ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમના કારણે ભારે વરસાદ પડવાની સંભાવના છે. નવસારી, વલસાડ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, મહિસાગર, જામનગર, અમરેલી, ગીર-સોમનાથ સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
8 અને 9 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના જૂનાગઢ, દ્વારકા, પોરબંદરની સાથે નવસારી, દાહોદ અને પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી છે.
આ અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં હળવાથી ભારે વરસાદ રહેવાનો છે જ્યારે 9 તારીખથી શરુ થતા નવા અઠવાડિયા દરમિયાન ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરાઈ છે.