અમદાવાદના AAP કાર્યકર્તા પર અજાણ્યા શખ્સોનો હુમલો
abpasmita.in | 16 Sep 2016 04:28 PM (IST)
અમદાવાદઃ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. શુક્રવારે સીજી રોડ પર આવેલી આપની ઓફિસ ખાતે 6 થી 7 શખ્સોએ આપના કાર્યકર્તા પર હુમલો કર્યો હતો. હુમલાનો ભોગ બનનાર નીતિન બારોટે આ બનાવ અંગે નવરંગપુરા પોલીસસ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આ પહેલા પણ આપની ઓફિસે હુમલો કરીને તોડફોડ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ આપની ઓફિસ પર બીજો આવો હુમલો છે.