અમદાવાદઃ સરકારના 500 અને 1000 ની નોટ રદ્દ કરવાના નિર્ણય સામે આજે અમદાવાદ શહેર કૉંગ્રેસ દ્રારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. પ્રમુખ ચેતન રાવલ અને વિપક્ષ નેતા એએમસી દિનેશ શર્મા સહીતના કૉંગ્રેસ કાર્યકર્તાઓ આજે આશ્રમ રોડ આરબીઆઇ બિલ્ડીંગ બહાર દેખાવો કર્યા હાતા. આ વિરોધમા હાથમા બેનરો અને સુત્રોચાર પણ કર્યા હતાં. પોલીસે 30 થી વધારે કાર્યકર્તાઓની અટકઆયત કરી હતી.

ગઇ કાલે રાહુલ ગાંધીએ એસબીઆઇની બેંક પર આમ લોકોની વચ્ચે લાઇનમાં ઉભા રહીને કેંદ્ર સરકારના નોટ બદલવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. તો આજે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના કાર્યકર્તાઓએ પણ વિરોધ નોધાવ્યો હતો.