વાયફ્લૉના આ ખાસ કાર્યક્રમમાં "ફિક્કી ફ્લો"ના નેશનલ ચેરપર્સન પિન્કી રેડ્ડી ખાસ વાતચીત કરવામાં આવી હતી. પિન્કી રેડ્ડીએ આ દરમિયાન પોતાના અનુભવોને મહિલાઓ સમક્ષ વર્ણવ્યા હતા, તેમને પોતાના બાળપણથી લઇ અત્યાર સુધીના એક દીકરી, બહેન, પત્ની અને માતા તરીકેના અનુભવો શેર કર્યા હતા.
પિન્કી રેડ્ડીએ પોતાના અંગત અનુભવો વર્ણવતા જણાવ્યુ હતું કે, એક માતા તરીકે આપણે બાળકોને સારા સંસ્કાર અને નીતિ મૂલ્યો શીખવવા જોઇએ. બાળકોને જીવનમાં થોડીક સ્પેસ આપવી જોઇએ.
પિન્કી રેડ્ડી એક સફળ ઉદ્યોગ સાહસિક મહિલા છે, તેઓ આર્ટ, કલા તેમજ સામાજિક ક્ષેત્રે ખાસ એક્ટિવિટી સાથે જોડાયેલા છે.
આ પ્રસંગે "યંગ ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન" (વાયફ્લો) અમદાવાદ ચેપ્ટરના ચેરપર્સન શ્રિયા દામાણી એ પણ મહિલઓને સંબોધન કર્યુ હતું. તેમને કહ્યું કે, યંગ ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશન (વાયફ્લો) યુવા મહિલા ઉદ્યોગ સાહસિકો અને મહિલા વ્યાવસાયિકોને વિકાસની યોગ્ય તકો, માર્ગદર્શન અને સહાય પુરી પાડતી સંસ્થા છે, સાથે તેમના વિકાસમાં સતત કાર્યરત પણ રહે છે. જેથી વધુમાં વધુ યુવા મહિલાઓએ આ સંસ્થા સાથે જોડાવવું જોઇએ.