સોમવારે દેત્રોજ તાલુકામાં ભંડોકા ગામમાં ૨૫ વર્ષીય યુવક, વાસણા ગામે ૪૫ વર્ષીય પુરૂષ અને રામપુરા ગામમાં ૪૫ વર્ષીય પુરૂષ કોરોના પોઝિટિવ આવ્યા છે. માંડલમાં ટ્રેન્ટ ખાતે ૬૦ વર્ષીય પુરૂષને કોરોના થયો છે.
સાણંદમાં શ્રી કલોંગી એપાર્ટમેન્ટમાં, વિરમગામમાં મોટીવાસ ફળી, મલીવાળમાં, સાણંદ ગામમાં, બોપલ, ધોળકામાં જુની શાક માર્કેટ, મહાલક્ષ્મી માતાની પોળ, ભુમલી ખાતે એક-એક કેસ નોંધાયા છે. બાવળામાં ઉમિયાપાર્ક સોસાયટી, ધંધૂકામાં રાયકા-વાગડ, સલાસર અને ખરાડ ગામમાં, ઘુમામાં મળીને આજે કુલ ૧૯ કેસ નોંધાયા હતા.
જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ સોમવારે સાણંદ, ધોળકા,બાવળાના કન્ટેનમેન્ટ ઝોનનીમુલાકાત લીધી હતી. ધોળકા ટાઉનમાં સૌથી વધુ કેસ હોવાથી ત્યાંના વેપારીઓએ સ્વૈસ્છિક રીતે સવારના ૮ થી બપોરના ૧૨ વાગ્યા સુધી જ દુકાનો ખોલવાનો અને ઓડ-ઇવન પધ્ધતિનો અમલ કરવાનો નિર્ણય લીધો હોવાનંહ ડીડીઓએ જણાવ્યું હતું.