અમદાવાદના વાતાવરણમાં પલટો, કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Jun 2020 10:03 PM (IST)
અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. શહેરના બાપુનગર, નરોડા, સીટીએમ, વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.
અમદાવાદ: અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. શહેરના બાપુનગર, નરોડા, સીટીએમ, વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. નિકોલમાં પણ વરસાદી ઝાપટુ પડ્યું હતું. અમદાવદમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. શહેરના શાહીબાગ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટુ પડ્યું હતું. ઇસનપુર, ઘોડાસર, નારોલ, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.