અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે પશ્ચિમ અમદાવાદની સમસ્યામાં વધારો થયો છે. પશ્ચિમ ઝોનના આંકડાઓએ પૂર્વ અને ઉત્તર ઝોનને પણ પાછળ રાખી દીધા છે. સાત ઝોનમાંથી સૌથી વધુ 811 એક્ટિવ કેસ પશ્ચિમ ઝોનમાં નોંધાયા છે. પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનની વાત કરીયે તો હાલ 1430 એક્ટિવ કેસ છે.


સતત વધી રહેલા કેસથી પશ્ચિમ ઝોનના લોકોએ સાવચેત થવાની જરૂર છે. નવા 308 કેસ સાથે અત્યાર સુધી કોરોનાના 17,285 કેસ નોંધાયા છે. નવા 19 લોકોના મોત સાથે અત્યાર સુધી કુલ 1245 લોકોના મોત થયા છે. ગઈ કાલે નવા 257 લોકો સહિત અત્યાર સુધી 12,436 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.

ઝોન પ્રમાણે એક્ટિવ કેસ

મધ્ય ઝોન 398 એક્ટિવ કેસ
ઉત્તર ઝોન 713 એક્ટિવ કેસ
પશ્ચિમ ઝોન 811 એક્ટિવ કેસ
ઉત્તર પશ્ચિમ ઝોન 315 એક્ટિવ કેસ
દક્ષિણ પશ્ચિમ ઝોન 304 એક્ટિવ કેસ
પૂર્વ ઝોન 653 એક્ટિવ કેસ
દક્ષિણ ઝોન 410 એક્ટિવ કેસ