અમદાવાદઃ રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈ કાલે 1364 કોરોનાના કેસ નોંધાયા હતા. હવે દૈનિક કેસો રાજ્યમાં 1300ને પાર થઈ ગયા છે. જોકે, આ બધાની વચ્ચે અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાહતના સમાચાર એ છે કે, ગઈ કાલે નવા આવેલા કેસો કરતા વધુ લોકોએ કોરોનાને મ્હાત આપતા ફરીથી એક્ટિવ કેસોમાં ઘટાડો નોંધાયો છે.

ગઈ કાલે અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ 147 કેસો નોંધાયા હતા. જેની સામમે 210 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે ત્રણ લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા. અમદાવાદ ગ્રામ્યમાં ગઈ કાલે 18 કેસ નોંધાયા હતા. જેની સામે 34 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.

રાજ્યમાં ગઈ કાલે વધુ 12 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3259 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16294 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધીમાં 98156 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 98 દર્દી વેન્ટીલેટર પર છે અને 16169 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 117709 પર પહોંચી ગઈ છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરતમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ગીર સોમનાથ 1, રાજકોટ-1, રાજકોટ કોર્પોરેશન-1, વડોદરામાં 1ના મૃત્યું સાથે કુલ 12 લોકોના મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 174, અમદાવાદ કોર્પોરેશનમાં 147, સુરત 107, જામનગર કોર્પોરેશનમાં 108 , રાજકોટ કોર્પોરેશનમાં 99, વડોદરા કોર્પોરેશનમાં 81, રાજકોટ-44, વડોદરા-41, મહેસાણા-36, બનાસકાંઠા-34, કચ્છ-34, ભાવનગર કોર્પોરેશન - 28, પંચમહાલ-28, અમરેલી-27, મોરબી-26, પાટણ-26, ભરુચમાં-25 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં ગઈ કાલે કુલ 1447 દર્દીઓ સાજા થયા હતા અને 85, 153 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 35, 23,653 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 83.39 ટકા છે.