અમદાવાદ: ભારતમાં કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના 64 કેસ સામે આવ્યા છે જેમાં ફક્ત અમદાવાદમાં જ 22 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, ઘણા ક્વોરેન્ટાઇન લોકોનો ઈન્ક્યુબિશન પિરિયડ પૂરો થતો હોવાથી આ અઠવાડિયું ઘણું જ સંવેદનશીલ હોવાથી લોકોને ઘરેથી બહાર ન નીકળવા કડક સૂચના આપવામાં આવી છે.



છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોના વાયરસના પાંચ પોઝિટિવ કેસ સામે આવતાં ગુજરાતમાં કોરોના પોઝિટીવ કેસનો આંકડો 64 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી થનારા મોતનો આંકડો પાંચ પર પહોંચી ગયો છે જ્યારે અમદાવાદમાં આ ત્રીજું મોત છે.



કોરોના વાયરસને પગલે હાલમાં 21 દિવસ સુધી દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફ્રોન્સ કરી લોકડાઉન પર કેટલાંક કડડ પગલા ભરવા પર વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં ચાલી રહેલા લોકડાઉનના સમયે સ્થાનિકોએ પોલીસને સહકાર આપવો જોઈએ. મહાનગરોમાં જ્યાં લોકડાઉનનો અમલ થતો નથી ત્યાં ક્રાઈમ બ્રાન્ચને મુંકવામાં આવશે.



આ સાથે જ સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવનાર સાથે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં જાહેરનામાના ભંગના 680 ગુના છે જ્યારે ક્વોરોન્ટાઇનના 418 ગુના નોંધાયા છે. બીજીતરફ તેઓએ પોલીસ કર્મચારીઓને પણ જણાવ્યું હતું કે, તેઓ લોકડાઉન સમયે સ્થાનિકો સાથે સારો વ્યવહાર કરે છે. શહેરમાં ડ્રોન અને સીસીટીવી આધારે 14 ગુના દાખલ થયા છે. સાથે જ DGPએ અપીલ કરી છે કે, હોમ કવોરન્ટાઈન કરાયેલી કોઇ પણ વ્યક્તિ ઘરની બહાર નીકળે તો પડોશીઓ 100 નંબર પર ફોન કરી પોલીસને જાણ કરે.



ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 15મી માર્ચ બાદ મહાનગરપાલિકા બહારના કોઈપણ વિસ્તારમાંથી આવેલા નાગરિકોએ નીચે જણાવેલ કોઈ એક પદ્ધતિ અનુસાર મહાનગરપાલિકાને ફરજિયાત જાણ કરવાની રહેશે અન્યથા તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.