અમદાવાદ. સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા અમદાવાદમાં 80ને પાર થઈ ગઈ છે. ત્યારે લોકોને કોરોના સંક્રમિત વિસ્તારો અને દર્દીઓના રહેણાંકોથી દૂર રાખવા માટે ગુગલ મેપ દ્વારા આવા વિસ્તારોને ખાસ ચિન્હિત (માસ્ક પહેરેલ ઈમોજી) કરવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમિતોની યાદી જાહેર કરવામાં આવી છે જેના આધારે ગુગલ મેપ પર આ દર્દીઓના વિસ્તાર અને સોસાયટી પર ખાસ માર્કિંગ કરવામાં આવ્યું છે. જેથી કોઈપણ વ્યક્તિ કે વાહનચાલક પોતાને આ વિસ્તારમાં કે સોસાયટીમાં જવાથી રોકી શકે અને તેને ચેપ ન લાગે.

ગુગલ મેપ દ્વારા હાલ અમદાવાદમાં આવા વિસ્તારો દર્શાવવામાં આવ્યા છે. માસ્ક પહેરેલ ઈમોજી પર ક્લિક કરતા કોરોનાના દર્દીનું નામ, સોસાયટી, ઉંમર સહિતની વિગત પણ જાણી શકાય છે. દરેક પોઝિટિવ કેસના એક સીરિયલ નંબર પણ આપ્યો છે.

આ લિંક પર ક્લિક કરવાથી તમને તમામ માહિતી મળી જશે. https://goo.gl/maps/4PYFh8NU56nf6uim9